તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોબરા કમાન્ડોના મોતનો મામલો:કોડીનારના CRPF કોબરા કમાન્ડોનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન, ગામ સ્વયંભૂ બંધ રહ્યું

5 મહિનો પહેલા
  • 'ભારત માતાની જય'ના નારા સાથે પાર્થિવદેહને ઘર લાવવામાં આવ્યો હતો

કોડીનારમાં રહેતા અને બિહાર રેજિમેન્ટ 5માં CRPF કોબરા કમાન્ડો અજિતસિંહ પરમારનો પાર્થિવદેહ આજે માદરે વતન કોડીનાર પહોંચ્યો હતો. ત્યારે આર્મીના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. CRPF જવાન અજિતસિંહ પરમારની અંતિમવિધિમાં કોડીનાર શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ભારત માતાકી જય અને વંદે માતરમના નારા ગુંજ્યા હતા. કોડીનારના સ્મશાન ગૃહ ખાતે પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો અને કોડીનાર આજે સ્વયંભૂ બંધ રહ્યું હતું. જ્યારે કમાન્ડોના પાર્થિવદેહને માદરે વતન લાવવામાં આવ્યો ત્યારે 10 કિમી દૂર પેઢવાળાથી વિશાળ રેલી યોજી ફોજીને સન્માન આપવામાં આવ્યું હતું. ભારત માતાની જયના નારા સાથે કમાન્ડોના પાર્થિવદેહને તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રવિવારે મધ્યપ્રદેશના રતલામ નજીક રેલવે સ્ટેશન પરથી મૃતદેહ મળી આવ્યો હતો. અજિતસિંહ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં પોતાના વતન કોડીનાર આવી રહ્યા હતા.

મૃતક કમાન્ડોના મામાએ પ્રશાસન પર આક્ષેપ કર્યો
મહત્વનું છે કે મૃતક કમાન્ડોના મામા ભરતભાઈ બારડ તેમના પાર્થિવ દેહને MP લેવા પહોંચ્યા હતા. તેઓએ MP પોલીસ, રેલવે પોલીસ અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યો છે કે, તમામ એજન્સીઓ અને પ્રશાસને કમાન્ડોના મોતની તપાસ અને પીએમને લઈ ગંભીર બેદરકારી રાખી છે. એટલું જ નહીં બોડી આપવા અને પેનલ પીએમ કરવામાં પણ આનાકાની કરવામાં આવી હતી.CRPF પર મૃતક કમાન્ડોનાં મામાએ આરોપ લગાવ્યો છે કે, 'CRPF ખુદ આ મોતમાં સામેલ હોઈ તેવી આશંકા છે..!!

કમાન્ડોના મોત મામલે MP પોલીસનો વિડિયો વાઇરલ
કમાન્ડોના મોત મામલે MP પોલીસનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં MP પોલીસ અને અધિકારીઓ કમાન્ડોનાં મોત મામલાની તપાસ અને PMને લઈને ઢીલાશ થઈ હોવાનું કબૂલ્યું હોવાનું જોવા મળે છે. હાલ આ મામલે વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ અનેક સવાલો ઊભા થયા છે.

કમાન્ડોનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો
13 નવેમ્બરના રોજ અજિતસિંહ ટ્રેનમાં રવાના થયા હતા. બાદમાં તેઓ ટ્રેનમાંથી ગુમ થયા હતા અને તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો હતો, આથી 14 નવેમ્બરના રોજ પરિવારજનોએ ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને ટ્વિટ દ્વારા કરી હતી. મૃતદેહ મળ્યાના 10 કલાકમાં જ મધ્યપ્રદેશની રતાલ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી નાખવામાં આવ્યો હતો, જેને બહાર કાઢી પીએમ માટે ખસેડાયો હતો. આથી પરિવારજનો રતાલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે હવે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માગ કરી રહ્યા છે.

મધ્યપ્રદેશના RPF દ્વારા પરિવારજનોને વ્હોટ્સએપથી ફોટા મોકલી ઓળખ મેળવી હતી
અજિતસિંહ દિલ્હી-વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી પોતાના વતન આવી રહ્યા હતા. બાદમાં ગુમ થયાની ફરિયાદ પરિવારજનોએ 14 નવેમ્બરના રોજ કરી હતી, પરંતુ 15 નવેમ્બરના રોજ સવારે રતલામ ડિવિઝન નજીક રેલવે-ટ્રેક પરથી તેનો મૃતદેહ મળ્યો હતો, આથી RPF દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી. મૃતદેહને ફોટોગ્રાફ્સ વ્હોટ્સએપથી પરિવારને મોકલવામાં આવ્યા હતા અને પરિવાર દ્વારા તેમની ઓળખ આપવામાં આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા અજિતસિંહના પરિવારને જાણ કર્યા વગર જ 10 કલાકની અંદર જ મૃતદેહને દફનાવી નાખવામાં આવ્યો હતો, આથી અજિતસિંહના મૃત્યુને લઈને અનેક પ્રકારની શંકા ઊભી થઈ છે. આ અંગે પરિવારજનોએ જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા અને ન્યાય આપવા માગ કરે છે.

અજિતસિંહે છેલ્લે તેમની મંગેતર સાથે વાત કરી હતી
12 નવેમ્બરના રોજ અજિતસિંહ બિહાર રેજિમેન્ટમાંથી રજા લઈને કોડીનાર આવી રહ્યા હતા. બાદમાં 13 નવેમ્બરે રાતે 11 વાગ્યે અજિતસિંહે તેમની મંગેતર હિનાબેન સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે હવે મને નીંદર આવે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ, પરંતુ સવારે કોઈ ફોન આવ્યો નહોતો, આથી હિનાબેને સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહીં. એ બાદ મુંબઈ રેલવે સ્ટેશન પરથી અજિતસિંહનો સામાન મળ્યો પણ તેઓ સાથે નહોતા.

(જયેશ ગોંધિયા-ઉના)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો