વેધર:હવામાનમાં પલટાે, કોડીનારમાં છાંટા

કોડીનાર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં અાકાશ વરસાદી વાદળાેથી છવાયું : ભેજની સાથે પવનની ગતિ વધતા અને તાપમાન નીચંુ જતા ટાઢાેડંુ છવાયંુ, માવઠાનાં અેંધાણ

છેલ્લા છ માસથી સમગ્ર સોરઠ પંથકમા ખેડૂતના માથે સતત ચિંતાના વાદળાે ઘેરાયેલા છે. વાવાઝાેડાના કારણે અા વિસ્તારના ખેડૂતાેને ઉનાળુ પાક તથા બાગાયતી પાકને વ્યાપક પ્રમાણમા નુકશાન થયુ હતુ. ત્યારબાદ ખરીફ સિઝનમા પણ અેક સમયે વરસાદ ખેંચાઇ ગયાે હતાે અને ત્યારબાદ અતિભારે વરસાદના કારણે ખેડૂતાેને નુકશાની સહન કરવી પડી હતી. ત્યારે હવે શિયાળુ વાવેતરના અારંભે જ માવઠાની સ્થિતિ ઉભી થઇ છે. અરબી સમુદ્રમા હવાના હળવા દબાણની સ્થિતિ ઉભી થતા દરિયાકાંઠાના વિસ્તારથી લઇ જિલ્લાભરમા અાજે સવારથી જ વરસાદી વાદળાે છવાઇ ગયા હતા.

હવામાન વિભાગ દ્વારા પણ અગાઉથી જ અહી માવઠાની અાગાહી કરાઇ હતી. જાે કે અાજે અાખાે દિવસ વાતાવરણ વાદળછાયુ હાેવા છતા જિલ્લામા કયાંય કમાેસમી વરસાદ પડયાે ન હતાે. અમરેલી પંથકમા ગઇકાલે મહતમ તાપમાન 31.4 ડિગ્રી નાેંધાયુ હતુ. તેમા અાજે ઘટાડાે થયાે હતાે. અને અાજે મહતમ તાપમાન 28.8 ડિગ્રી રહ્યું હતુ. તાે ન્યુનતમ તાપમાન 19.2 ડિગ્રી રહ્યું હતુ. જયારે હવામા ભેજનુ પ્રમાણ ગઇકાલે 46 ટકા હતુ. જયારે અાજે ભેજનુ પ્રમાણ વધીને 56 ટકા નાેંધાયુ હતુ. તાે પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ પણ વધીને 5.2 કિમીની નાેંધાઇ હતી.

ભેજનુ પ્રમાણ વધવાની સાથે પવનની ગતિ વધતા અને તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચુ જતા વાતાવરણમા ટાઢાેડુ છવાયુ હતુ. હાલમા અમરેલી પંથકમા ખેડૂતાે રવિપાકમા મહદઅંશે ઘઉં અને ચણાનુ વાવેતર કરી રહ્યાં છે. અા ઉપરાંત અહી માેટા પ્રમાણમા કપાસનાે પાક પણ ઉભાે છે. કમાેસમી વરસાદ અા બંને પાકને નુકશાન કરે તેવી શકયતા જાેવાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ અાગામી બે ત્રણ દિવસ સુધી અા પ્રકારનાે માહાેલ જળવાઇ રહે તેવી અાગાહી કરાઇ છે. બીજી તરફ ગીરસોમનાથ જિલ્લાનાં કોડીનારમાં બપોરે 2: 50 કલાકે વરસાદી છાંટા પડ્યાના અહેવાલ છે.

અન્ય સમાચારો પણ છે...