તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચક્કાજામ:સોરઠમાં ફકત કોડીનાર બાયપાસ ઉપર કિસાન મોરચાનો ચક્કાજામ, બેનર, સુત્રોચ્ચાર સાથે 3 કાયદાનો વિરોધ, મહિલા સહિત 25 ની અટક બાદ છૂટકારો

કોડીનારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કોડીનાર પાસે થોડીવાર ટ્રાફિકજામ સર્જાયો, હાથમાં બેનરો સાથે સુત્રોચ્ચાર કરાતા હાઇવે ઉપર થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો. - Divya Bhaskar
કોડીનાર પાસે થોડીવાર ટ્રાફિકજામ સર્જાયો, હાથમાં બેનરો સાથે સુત્રોચ્ચાર કરાતા હાઇવે ઉપર થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો.

દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આજે કોડીનારમાં કિસાન એક્તા સમિતી અને કિસાન મોરચા દ્વારા કોડીનાર બાયપાસ પાસે સવારે 11 પછી રસ્તા રોકો આંદોલન શરૂ કરી હાઇવે પર ચક્કાજામ કરાયો હતો. જોકે, એજ વખતે પોલીસે 25 લોકોની અટક કરી હાઇવેને ખુલ્લો કરાવ્યો હતો.

દિલ્હી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડુત આંદોલનના સમર્થનમાં આજે કોડીનારમાં કિસાન એક્તા સમિતી અને કિસાન મોરચા દ્વારા કોડીનાર બાયપાસ ચોકડી પાસે સવારે 11 પછી રસ્તા રોકો તેમજ હાઈવે ચક્કાજામનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેનર અને સુત્રોચ્ચાર સાથે કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

જોકે, અહીં આંદોલન શરૂ થાય પહેલાંજ કોડીનાર પીઆઇ ચુડાસમા, પીએસઆઇ અને પોલીસ કાફલો બાયપાસ પર ખડકાઇ ગયો હતો. પોલીસ દ્વારા ખેડૂત આગેવાનો, મહિલા સહિત કુલ 25 ની અટક કરી હતી. અને કોડીનાર પોલીસ સ્ટેશને લઈ આવ્યા બાદ 1 કલાક પછી મુક્ત કર્યા હતા.

આંદોલનમાં સુરપાલસિંહ બારડ, અજીતસિંહ ડોડિયા, હિરેનભાઈ વાળા, જગુભાઈ મોરી, મેહુલભાઈ ચૌહાણ, કિસાન મોરચા અને કિસાન એક્તા સમિતીના સભ્યો જોડાયા હતા. થોડીવાર માટે માંડ રહ્યો ત્યાં પોલીસે તમામની અટકાયત કરી લીધી હતી. અને ટ્રાફિકને ખુલ્લો કરાવ્યો હતો. જિલ્લામાં કયાંય દેખાવો થયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો