તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્ગદર્શન:ડોળાસા ગામમાં સોરઠના 125 નેવલ એનસીસી કેડેટોનો કેમ્પ, કોડીનાર, જૂનાગઢ, કેશોદ, માણાવદર, બગસરાની કોલેજનાં કેડેટોને નૌકાદળના ઇન્સ્ટ્રક્ટરો દ્વારા માર્ગદર્શન

ડોળાસા21 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોડીનાર તાલુકાના ડોળાસા ગામની શારદા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં નેવલ યુનિટ એનસીસી દ્વારા વાર્ષિક શિબીર યોજાયો છે. જેમાં વેરાવળ યુનિટ હેઠળના વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે.એનસીસીના વેરાવળ ખાતે આવેલા 7 ગુજરાત નેવલ યુનિટ દ્વારા ડોળાસાની શારદા શૈક્ષણિક સંકુલ ખાતે તા. 7 થી 13 ફેબ્રુ. દરમ્યાન વાર્ષિક તાલીમ શિબિર યોજાયો છે.

જેમાં કોડીનાર, જૂનાગઢ, કેશોદ, માણાવદર અને બગસરાની કોલેજનાં 125 કેડેટો ભાગ લઇ રહ્યા છે. જેમાં ભારતિય નૌકાદળના 13 ઇન્સ્ટ્રક્ટરો દ્વારા માર્ગદર્શન અને તાલીમ અપાઇ રહી છે. કેમ્પમાં સ્વચ્છ ભારત અભિયાન, ડીજીટલ ઇન્ડિયા, બેટી બચાવો, બેટી પઢાવો સહિતના કાર્યક્રમોની જાણકારી પણ અપાઇ રહી છે. અત્રે નોંધનીય છે કે, એનસીસીમાં લશ્કરની ત્રણેય પાંખોને લગતા યુનિટો હોય છે. જેમાં સંલગ્ન લશ્કરી પાંખનાં અધિકારીઓ મળી શકે એવા ગુણો વિદ્યાર્થીઓમાં ખીલવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો