તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સોમાત નદીના પુલ પાસે બાઇક-રીક્ષા વચ્ચે ટક્કર

ધામળેજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોડીનારથી ધામળેજ તરફ જતી છકડો રીક્ષાની એક્સલ તૂટી જતાં તે સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર ટકરાઇ હતી. જેમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. કોડીનાર તરફથી ગોળના ડબ્બા ભરીને ધામળેજ તરફ આવતી છકડો રીક્ષા કણજોતર નજીક સોમાત નદીના પુલ પાસેથી પસાર થઇ રહી હતી.

રાખેજ ગામના હેમતસીંહ માલાભાઇ પરમારની વાડી પાસે તેની મેઇન એક્સલ તૂટી જતાં તે ધામળેજથી કોડીનાર તરફ જતી બાઇક સાથે ધડાકાભેર અથડાઇ હતી. જેને લીધે બાઇક સવાર બંને યુવાનો રોડ સાઇડની ગટરમાં ફંગોળાયા હતા. આસપાસના વાડી માલિકોએ 108 ને જાણ કરતાં 108 માં બંનેને કોડીનાર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...