માંગ:પાંચ હેક્ટર જમીન હોય તો પણ ફેન્સીંગની સહાય આપો

કોડીનારએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોડીનાર પાસેના મોરવડા ખાતે વનવિભાગના અધિકારીઓએ ખેડૂતોની મુશ્કેલીઓ સાંભળી હતી. જેમાં મુખ્યત્વે ભૂંડ, સિંહ, દીપડા જેવા જાનવરોને કારણે જે મુશ્કેલી પડે છે તેનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય તેની ચર્ચા કરાઇ હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે, અત્યારે 20 હેક્ટર જમીન હોય એવા ખેડૂતોનેજ ફેન્સીંગ તારની સબસિડી મળે છે.

તેમાં ઘટાડો કરીને 5 હેક્ટર કરાય અને સબસિડીમાં વધારો થાય તો બધા ખેડૂતો તેનો લાભ લઇ શકે. આ સિવાય વન્યપ્રાણીઓ દ્વારા કરાતા પશુના મારણની રકમમાં તેમજ માનવી પર હુમલાના કેસમાં 4 લાખ નહીં પણ 10 લાખ આપવા જોઇએ. આ ઉપરાંત મેડાની સબસિડી પણ આપવામાં આવે. મોરવાડા ગામના આ સંવાદ સેતુમાં એસીએફ વાઘેલા, આરએફઓ પટેલ, તા. પં. સભ્ય ભીખુભાઇ રામ, સરપંચ ભરતભાઇ કછોટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...