તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:4 વર્ષથી ટેટ-1, ટેટ-2 ની પરીક્ષા ન લેવાતાં આવેદન પત્ર અપાયું

કોડીનાર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોની ભરતી કરતા પહેલાં લેવાતી
  • ભરતી ન થાય તો બીએડ, પીટીસીમાં પ્રવેશનો શો અર્થ?

શિક્ષકોની ભરતી કરતા પહેલાં લેવાતી ટેટ-1 અને ટેટ-2 ની પરીક્ષા 2017-18 બાદ ન લેવાતાં 2018 થી 2021 દરમિયાન બીએડ અને પીટીસી પૂર્ણ કરેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં કોડીનાર મામલતદારને આવેદનપત્ર અપાયું છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી માટેની ટીચર્સ એલિજીબલ ટેસ્ટની પરીક્ષા લેવાય છે.

આ પરીક્ષા પાસ કરેલાનેજ મેરિટના ધોરણે શિક્ષક તરીકે નિમણૂંક અપાય છે. પણ રાજ્યમાં આશરે 4 વર્ષથી ટેટની પરીક્ષા નથી લેવાઇ. આથી વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઇ છે. જેના અનુસંધાનમાં આજરોજ કોડીનાર મામલતદાર સાહેબ મારફત શિક્ષણમંત્રીશ્રીને સંબોધીને આવેદનપત્ર પાઠવીને રજુઆત કરી છે.

જેમાં જણાવ્યું છેકે, ટેટની પરીક્ષા જ ન લેવામાં આવે તો બીએડ અને પીટીસી થવાનો હેતુ શું? આ અંગે યુવા અગ્રણી બી. વી. આહીરે જણાવ્યું હતું કે, રાજ્યના હજારો વિદ્યાર્થીઓ 2018 થી ટેટ-1 અને ટેટ-2 ની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે. સરકારે તાત્કાલિક ધોરણે ટેટની પરીક્ષા લઈને ભરતી શરૂ કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...