તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાઈરલ વિડિઓ:આપનાં અધ્યક્ષ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવા કોડીનાર બ્રહ્મ સમાજ દ્વારા આવેદન

કોડીનાર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હિન્દુ ધર્મની હાસી ઉડાવતો વિડીયો સોશ્યલ મિડીયામાં વાઈરલ કર્યો હતો

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ દ્વારા સનાતન હિંદુ ધર્મની હાંસી ઉડાવતો વિડીયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થયો હતો. જેને ધ્યાને લઈને કોડીનાર બ્રહ્મસમાજ દ્વારા મામલદારને આવેદન પત્ર પાઠવી ગુનો નોંધવા માંગ કરી છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા સનાતન હિંદુ ધર્મની હાસી ઉડાવતો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો.

ત્યારબાદ કથાકારો, સાધુ-સંતો વિશે પણ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. જેની સામે સનાતન હિન્દૂ સમાજ અને બ્રહ્મસમાજમાં નારાજગી ફેલાઈ હતી. જેથી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ગોપાલ ઇટાલિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ સાથે કોડીનાર મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું છે.

ગુનો નોંધી જેલ હવાલે કરવામાં નહીં આવેતો આગામી દિવસોમાં સનાતન હિન્દૂ સમાજ અને બ્રહ્મસમાજ દ્વારા ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે. જેમાં બ્રહ્મસમાજના અગ્રણીઓએ દિનેશભાઇ જોશી, કુલદીપભાઈ પાઠક, કૌશિકભાઈ ઉપાધ્યાય, સંજયભાઈ જોશી, તુષારભાઈ પંડ્યા સહિતના હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...