તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજું પણ લોક:ટ્યુશનને છુટછાટ સ્કુલમાં અભ્યાસ માટે પાબંદી રાખતા વાલીઓમાં રોષ

કોડીનાર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં સરકાર દ્વારા ટ્યુશન ક્લાસીસને છુંટ આપવામાં આવી છે. પરંતુ સ્કુલને ઓપલાઈન અભ્યાસ પર પાબંદી રાખવામાં આવી છે. જેથી વાલી મંંડળ દ્વારા શિક્ષણ મંત્રીને લેખીત ફરિયાદ કરી છે. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધો. 9-11 માટે ટ્યુશન ક્લાસીસને છુટ આપી છે. નાની રૂમમાં વધુ વિધાર્થી ભરાતા હોય ત્યાં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે.

દરમ્યાન મોંઘાદાટ ક્લાસીસમાં છુટછાટ આપતા વાલી મંડળમાં રોષ ફેલાયો છે. કારણ કે તેની સામે સ્કુલોમાં ઓફલાઈન અભ્યાસ પર પાબંદી કરવામાં આવી છે. જ્યારે સુક્લમાં છુટછાટ આપવામાં આવે તો બાળકોના અભ્યાસ ક્રમના દરેકે વિષયના શિક્ષક મળી રહે તેમ છે. ઉપરાંત વાલીઓને સ્કુલ તથા ટ્યુશન બન્નેની ફી પણ ભરવી પડે છે. જેથી તુર્તજ સ્કુલોમાં અભ્યાસ મુક્તિ આપવામાં આવે તે માટે વાલી મંડળના પ્રતિનિધિ દ્વારા શિક્ષણ મંત્રીને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...