તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભ્રષ્ટ તંત્ર:કોડીનારના 80 વર્ષના ખેડૂતે ઈચ્છા મૃત્યુની માગણી કરી

કોડીનારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ભ્રષ્ટ અધિકારીઓથી કંટાળી લેખિત રજૂઆત કરી
 • જૂની શરતની જમીન કરવા ખેડૂતે નોટિસ પાઠવી

કોડીનારના ખેડૂતે વડા પ્રધાન, મુખ્ય મંત્રી તથા મહેસુલ મંત્રી પાસે ઈચ્છા મૃત્યું માંગ કરી છે. પોતાની જમીન નવી શરતની હોય જેને જૂની શરતમાં ફેરવવાની કામગીરી ન થતાં અને ભ્રષ્ટ અધીકારીઓથી કંટાળી જતાં ખેડૂતે નોટીસ પાઠવી છે. કોડીનારના ખેડુત જાદવ વિરાભાઈ પત્રામલભાઈ ઉ.80 નવી શરતની જમીન નવા બસ સ્ટેશન પાછળના ભાગે સવેૅ ન. 30 એકર 7-2ગુઠા આવેલી છે. જેને જુની શરતમાં ફેરવવા રાજુલા પ્રાંત અધિકારીને ગત તા. 04/02/1997ના રોજ અરજી કરી હતી.

અરજીનો નીકાલ ડેપ્યુટી કલેક્ટર કચેરી રાજુલા ખાતે થી ગત તા. 25/03/1997ના રોજ પ્રિમિયમ આદેશ કરી હુકમ કર્યો હતો. જે પ્રિમિયમ ભરાઈ ગયા પછી ટેકનીકલ ખામીના કારણે વેરાવળ મહેસુલ વિભાગ માંથી પરત આવ્યુ હતું. 2015માં રીવીઝન અરજી દાખલ કરતાં અધ્યક્ષ કે. કે. ભટ્ટ દ્વારા ગીર-સોમનાથ મહેસુલ વિભાગને જણાવેલ કે આ હુકમ રદ કરવો અને ટેકનીકલ ખામી દુર કરી ફરી અવલોકન કરવાનું રહેશે. જે હુકમ ગત તા.11/06/2018ના રોજ કરવામાં આવ્યો હતો.

અને ખેડૂતને વેરાવળ મહેસુલ વિભાગમાં ધકા ખાય થાક્યાં ત્યારે વહીવટદારો દ્વારા રૂ.50 હજારની માંગણી કરવામાં આવી હતી. જેનો આજદિન સુધી નીકાલ ન આવતાં આખરે ખેડૂતે હારી હું મારા પરિવારનું કશું કરી શક્યો નથી. માટે ઈચ્છા મૃત્યુની માંગણી કરતો પત્ર વડાપ્રધાન, મુખ્યમંત્રી, તથા મહેસુલ મંત્રીને પત્ર લખી માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો