તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:અંબુજા સિમેન્ટ દ્વારા કોડીનાર હોસ્પિટલમાં 3 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરાયો

કોડીનાર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દર્દીઓને ઓક્સિજન મળી રહેશે : પ્લાન્ટમાં પ્રતિ મિનીટ 186 લીટર ઓક્સિજનનું થશે ઉત્પાદન

કોરોના મહામારીમાં દર્દીઓ ઓક્સિઝન માટે વલખાં મારી રહ્યા છે ત્યારે કોડીનાર વિસ્તારમાં ચાલતી અંબુજા મલ્ટી સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલને આ વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ જાહેર કરી છે. હોસ્પિટલમાં ઘણાં સમયથી ઓક્સિજન સિલીન્ડરની અછત ને ધ્યાને લઇ અંબુજા સિમેન્ટર કંપની દ્વારા 23 લાખના ખર્ચે પ્રતિ મિનીટ 186 લીટર ઓક્સિજન ઉત્પાદન કરતો હાઇ ટેક્નોલોજી પ્લાન્ટ કંપનીના એમ.ડી. નિરજ અખોરી, સી.એમ.ઓ. રામારાવ, યુનિટહેડ અનુપમ અગ્રવાલના હસ્તે કાર્યરત કરાયો છે. વધુ ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય તો પ્લાન્ટની ક્ષમતા વધારાવાની પણ તૈયારી બતાવી હતી.

આ તકે હોસ્પિટલના હેડ ડો. કપુરીયાએ જણાવ્યું હતુ કે, અમારી રજૂઆતને ધ્યાને લઇ કંપનીએ આપેલા આ અમૂલ્ય યોગદાનથી આ મહામારીમાં અમોને લોકોની સેવા કરવામાં હોસ્પિટલની ટીમને મોટી રાહત મળશે. હાલની બેડની ક્ષમતા પ્રમાણે આ પ્લાન્ટથી રોજીંદુ 35થી 40 બોટલ ઓક્સિજન ઉત્પન્ન થશે અને તે હાલ માટે દર્દીઓને ઘણું મદદરૂપ થશે. આ તકે અંબુજા સિમેન્ટના મેનેજર રમેશ મહેશ્વરી, અંબુજા હોસ્પિટલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો