તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીર બિમારી:આલીદરના અઢી માસના બાળકને થઇ સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફીની બીમારી

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધૈર્યરાજની માફક વિવાનને પણ 16 કરોડનું ઇન્જેક્શન આપવાની જરૂર

ગિર સોમનાથના આલીદર ગામના અઢી માસના વિવાન નામના બાળકને સ્પાઈન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બિમારીએ ભરડો લીધો છે. પુત્રની બિમારીને લઈ પરિવાર ચિંતામાં મૂકાયો છે. કારણકે, આ બિમારીના ઇન્જેક્શનોની કિંમત રૂ. 16 કરોડ છે. આલીદરના અશોકભાઇ વાઢેળ કચ્છની એક ખાનગી કંપનીમાં મહિને રૂ. 18 હજારના પગારદાર છે. તેમના અઢી માસના પુત્ર વિવાનને થોડા સમય પહેલાં શ્વાસમાં તકલીફ થતાં જૂનાગઢ હોસ્પિટલે લઇ જવાયો.

જ્યાં તેનો રિપોર્ટ ચેન્નાઇ મોકલાયો. રિપોર્ટના આધારે તેને સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બિમારી હોવાનું માલુમ પડ્યું. થોડા વખત પહેલાં સોશ્યલ મીડિયામાં ધૈર્યરાજને જે બિમારીને લીધે રૂ. 16 કરોડનું ઇન્જેક્શન આપવું પડ્યું હતું. એ જ ઇન્જેક્શન વિવાનને આપવાની જરૂરિયાત ઉભી થઇ છે.

આથી અશોકભાઇની હિંમત તૂટી ગઇ છે. કોઇ ઉપાય ન સૂઝતાં આખરે તેમણે સોશ્યલ મીડિયા પર દેશભરના લોકોને પોતાના પુત્રની સારવારમાં મદદ માટે આજીજી કરી છે. ધૈર્યરાજ માટે અલગ અલગ સંસ્થાઓએ જુદા જુદા શહેરોમાં દાન એકત્રિત કરી ઇન્જેક્શન ખરીદી કર્યું હતું. તેવી રીતે આ બાળક માટે પણ સહાયની જરૂર છે.

માત્ર ચાર લાખ રૂપિયાનું ફંડ એકઠું થયું
બાળકના પિતા અશોકભાઇના કહેવા મુજબ, અત્યાર સુધીમાં સોશ્યલ મીડિયા થકી વિવાનના ઇન્જેક્શન માટે રૂ. 4 લાખ એકઠા થઇ ગયા છે. જો કે હજુ વધુ લોકો આગળ આવે એ માટે લોકોમાંથી પણ અપીલ થવા લાગી છે.

અન્ય સમાચારો પણ છે...