ધરતીપુત્રોમાં રોષ:વાવાઝોડા બાદ વીજળી પૂર્વવત ન થતાં વેરાવળના ડોળાસાના ખેડૂતોની આજીવિકા છીનવાઇ

ડોળાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોડીનાર પીજીવીસીએલની લાપરવાહીથી ધરતી પુત્રોમાં રોષ
  • 14 ખેડૂતોની એક વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું

વાવાઝોડામાં ડોળાસામાં ખેતીવાડી વિજ પુરવઠો સંપુર્ણપણે ખોરવાય ગયો હતો. ત્યારબાદ વિજ પુરવઠો પૂર્વવત ન કરતાં ખડૂતોની આજીવિકા છીનવાઇ હતી. જ્યારે કોડીનાર પીજીવીસીએલની લાપરવાહીના કારણે તાલુકાના 14 ખેડૂતોની એક વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હતું.

વિજ પુરવઠો કાર્યરત ન થતાં ચોમાસું અને શીયાળું પાક સંપુર્ણ પણે નિષ્ફળ ગયો છે. જમીન દોસ્ત થયેલા વિજ પોલ ખેડૂતોએ જાત મહેનતે ઉભા કર્યા હતા. પરંતુ આ પૈકીના 14 ખેડૂતોની વાડીમાં હજુ પણ કૃષી વિજળી હજુ ચાલુ જ નથી થઈ. ડોળાસાના ચીખલી રોડ ઉપર બાલુભાઈ દાનાભાઈ રાઠોડ વાળા ટ્રાન્સફોર્મર આવેલું છે. જેમાં 10 ખેડૂતોની 150 વીઘા જમીનમાં પુરવઠો પુરો પાડે છે.

આ ટીસીના તમામ આઠ પોલ પડી જતાં વીજ પરવઠો ખોરવાયો હતો. પરંતુ પીજીવીસીએલ દ્વારા વાયરો ન બંધાતા આ વિસ્તારના ખેડૂતોએ વાવેલ મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. ત્યારે હવે આ જમીનમાં ઘઉંનું વાવેતર પણ થય શકે તેમ નથી. આથી આ વિસ્તારના ખેડૂતોની આજીવિકા છીનવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...