તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર પોલીસની તપાસ શરૂ:બોડવા પંચાયતના મહિલા સભ્યે રાત્રે પુત્રને મેસેજ કર્યો, મને બચાવી લો, સવારે લાશ મળી

કોડીનારએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બીજા સ્થળે હત્યા કરી લાશ ગામની સીમમાં ફેંકી ગયાની આશંકા, કોડીનાર પોલીસની તપાસ શરૂ

કોડીનાર તાલુકાના નાના એવા બોડવા ગ્રામ પંચાયતના મહિલા સભ્યની ગતરાત્રે કોઇએ છરીના ઘા ઝિંકી હત્યા કરી નાંખી હતી. મૃતકે રાત્રે પોતાના મોબાઇલ ફોનમાંથી પત્રને એવો મેસેજ કર્યો હતો કે, મને બચાવ લો. બાદમાં સવારે ગામની સીમમાં આવેલા એક ખેતરમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની તપાસ કોડીનાર પોલીસ ચલાવી રહી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કોડીનાર તાલુકાના બોડવા ગ્રામ પંચાયતના સભ્ય નંદુબેન બાબુભાઈ રાઠોડ (ઉ. 45) ની ઘાતકી હત્યા થતા અરેરાટી વ્યાપ્યો છે. બોડવા ગામના સરપંચના કહેવા મુજબ, ગ્રામ પંચાયતમાં સદસ્ય તરીકે ફરજ બજાવતા નંદુબેન મજૂરીકામ માટે મજૂર ને લઈ જવાનું કામ મુકાદમ તરીકે કરતા. તેમનું લોકેશન ન મળ્યું. આખરે મૃતકના મોબાઈલમાંથી તેમના દીકરાને મેસેજ આવ્યો કે મને બચાવી લ્યો. રાતભર શોધખોળ બાદ ભાળ ન મળી અને આખરે વહેલી સવારે તેમનો મૃતદેહ ગામની નજીક એક ખેતરમાંથી મળી આવ્યો.

બોડવા ગામે મહિલા સદસ્યની હત્યાને લઈ કોડીનાર પીઆઇ એલસીબી તેમજ ડીવાયએસપી સહિતની ટીમો બોડવા પહોંચી હતી. અને મૃતદેહનું પંચનામું કરી પીએમમાં ખસેડવા તજવીજ હાથ ધરી તેમજ ડીવાયએસપીના કેહવા મુજબ નદુબેન રાત્રીના ગાયબ થયા તેમના શરીર પર ચપ્પુના અનેક ઘા મળી આવ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસ કરી હત્યાની દિશામા તપાસ શરૂ કરી છે.

બોડવા ગ્રામપંચાયતના સદસ્યની ચપુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી છે. ત્યારે નવાઈની વાત એ છે કે મહિલા સદસ્યને લખતા આવડતું જ હતુ તો કઈ રીતે તેના ફોન માંથી ગુજરાતી ટાઈપિંગ વાળો 5 લોકોના નામ સાથે બચાવો લખેલો મેસેજ ફોરવર્ડ થયો. તેમજ મૃતકની લાશની આસપાસ લોહી ન જોવા મળ્યું અને તેમના ચપ્પલ 100 મીટર દૂર જોવા મળ્યા જ્યા લોહીના નિશાન પણ હતા. જોકે એવી શંકા પણ થઈ રહી છે કે મૃતક મહિલા સદસ્ય ને અન્ય જગ્યાએ મારી ખેતર મા ફેંકી દેવાય. ત્યારે હાલ તો પોલીસે તમામ દિશામાં તપાસ નો ધમધમાટ શરૂ કર્યો ત્યારે વધુ બાદ જ સત્ય શુ છે તે બહાર આવશે.

મહિલાએ રાત્રે જ અમુક લોકોના નામ લખી મેસેજ કર્યો હતો
ગ્રામ પંચાયતના મહિલા સદસ્યએ રાત્રે તેમના પુત્રને કરેલા મેસેજમાં અમુક લોકોના નામ લખ્યા હતા. પરંતુ આ નામ શા માટે લખ્યા છે અથવા તે શું કહેવા માગતા હતા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ મેસેજને આધારે પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત મોબાઈલનું છેલ્લુ લોકેશન તથા તેની હત્યા થઈ તે પૂર્વે તે કોની સાથે હતા તે મુદ્દે પણ તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો