તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોનું સન્માન:કોડીનારના પેઢાવાડા ગામમાં શૈક્ષિક મહાસંઘની સંયુક્ત કારોબારી યોજાઇ

કોડીનાર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીએચડી થયેલા તેમજ ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં એવોર્ડ વિજેતા શિક્ષકોનું સન્માન

કોડીનાર તાલુકા શૈક્ષિક મહાસંઘના દ્વારા પેઢાવાડા ગામે રગતિયા બાપાની જગ્યામાં તા. 28 જૂને જિલ્લા શિક્ષણ સમિતીના ચેરમેન વિક્રમભાઈ પટાટ અને જિલ્લા શિક્ષણાધિકારી વાજાનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સંઘચાલક જેન્તીભાઈ ગોહેલની ઉપસ્થિતિમાં ગિર સોમનાથ જિલ્લા શૈક્ષિક મહાસંઘની જિલ્લા-તાલુકાની સંયુક્ત કારોબારી સભા મળી હતી. આ કાર્યક્રમમાં જેમાં કોરોનામાં મૃત્યુ પામેલા શિક્ષકોને મૌન પાળી શ્રદ્ધાંજલી અપાઇ હતી.

ત્યારબાદ પીએચડી થયેલા શિક્ષકો અને ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં એવોર્ડ વિજેતા શિક્ષકોનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રભાવના અને સંગઠનનું માર્ગદર્શન જિલ્લા સંઘચાલક જેન્તીભાઈ ગોહેલએ આપ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કોડીનાર શૈક્ષિક મહાસંઘનાં અધ્યક્ષ રઘૂસિંહ મોરી, પ્રદીપભાઈ ઝાલા, ચિરાગસિંહ મોરી, ભીખુભાઈ ગોહિલ, મયુરસિંહ દાહિમા, રવિભાઈ પરમાર અને કોડીનારની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...