ખાતમુર્હૂત:જમનવાડા- આદપોકાર ગામ વચ્ચેનાં માર્ગ પર પુલ બનશે

કોડીનાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 30 વર્ષથી ગ્રામજનો માંગ કરી રહ્યા હતા, ખાતમુર્હૂત કરાયું
  • લોકોને સાત કિલોમીટર ફરવું નહીં પડે

કોડીનાર પંથકનાં જમનવાડા- આદપોકાર ગામને જોડતા માર્ગ પર પુલ ન હોય જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો અને 30 વર્ષથી રજૂઆતો કરવામાં આવતી હતી. અને મંજૂરી પણ મળતી હતી પરંતુ કામ થતુ ન હતું. જેથી લોકો અને વિદ્યાર્થીઓને નદીનાં પાણીથી પસાર થઈ જવુ પડતું હતુ. જ્યારે અન્ય રસ્તો 7 કિમી દૂર ફરીને જવા મજબૂર બન્યા હતા. હવે આ પુલના નિર્માણને મંજૂરી મળતા લોકોમાં રાહત પ્રસરી છે. તા.પં. પ્રમુખ પ્રતાપભાઈ ડોડીયાનાં હસ્તે ખાતમૂર્હૂત કરાયું હતું.

આ તકે કોડીનાર તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ પરમાર, જિ.પં. સદસ્ય અમુભાઈ વાજા, પીપળીનાં સરપંચ હરિભાઈ ગોહિલ, ભગવાનભાઈ ચાવડા, બાલુભાઈ ચાવડા, ભરતભાઈ મોરી, માયાભાઈ પામક, પરબતભાઈ રામ, આદપોકાર-જમનવાડા અને નાની-મોટી ફાફણી, વિઠ્ઠલપુર ગામના સરપંચો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...