માર્ગદર્શન:મધમાખી ઉછેર કેન્દ્રને લઈ 25 ખેડૂતોને 7 દિવસ તાલીમ

કોડીનાર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોડીનાર ખાતે નિષ્ણાંતોએ વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન આપ્યું, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજન

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન દ્વારા કોડીનાર ખાતે 7 દિવસીય મધમાખી ઉછેર કેન્દ્રને લઈ તાલીમનો પ્રારંભ થયો હતો. જેમાં 25 ખેડૂતો જોડાયા છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના મધમાખી ઉછેર કેન્દ્રમાં રસ ધરાવતા 25 ખેડૂતો માટે 7 દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. અને તજજ્ઞો દ્વારા મધમાખી ઉછેર કેન્દ્રમાં કઈ રીતે સારી આવક મેળવી શકાય તે મુદ્દે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

રાષ્ટ્રીય મધમાખી બોર્ડ નવિ દિલ્હી દ્વારા દેશભરમાં 721 કેવિકે છે. જેમાંથી 100 દ્વારા આ પ્રકારની ટ્રેનિંગ આપવા માટે આર્થિક સહયોગ આપવામાં આવે છે. ગુજરાતમાં 3 કેવિકેને આ મુજબની તાલીમ આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. વધુમાં કહ્યું હતુ કે, મધમાખીની ખાસીયતો જાણી અને ખેતીમાં ઉત્પાદન વધારવા માટે તેનો ઉપયોગ થાય તે માટે આ માર્ગદર્શન જરૂરી છે.

આ તકે અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશનનાં ડેપ્યુટી જનરલ મેનેજર દલસુખ વઘાસીયા, રમેશભાઈ રાઠોડ, હેપિલભાઈ છોડવાડીયા સહિતનાં હાજર રહ્યાં હતા. આમ કોડીનારમાં મધમાખી ઉછેર કેન્દ્રને લઈ ચોથો તાલીમ વર્ગ યોજાયો હતો.

અન્ય પાક વિશે માર્ગદર્શન જરૂરી
આ અંગે ફાર્મ મેનેજર હેપિલભાઈ છોડવાડીયાએ તાલીમની સાથે અન્ય ખેતીનાં વિષયો પર પણ માર્ગદર્શન આપ્યું હતું અને ખેડૂતોને કહ્યું હતું કે, ખેતીનાં વિવિધ વિષય પર માર્ગદર્શન મેળવવું જરૂરી છે. જેથી ખર્ચ અને ઉત્પાદનનું અંદાજીત ગણિત કાઢી શકાય.

અન્ય સમાચારો પણ છે...