મેઘમહેર:કોડીનારમાં ભારે પવનથી 2 પોલ ધરાશાયી, 2 કલાક વીજળી ગુલ

કોડીનાર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાત્રીનાં સમયે વીજ પોલ પડતા કોઈ જાનહાની થઈ ન હતી. - Divya Bhaskar
રાત્રીનાં સમયે વીજ પોલ પડતા કોઈ જાનહાની થઈ ન હતી.
  • પંથકમાં સીઝનનો 23 ઇંચ જેટલો વરસાદ નોંધાયો

કોડીનાર શહેર અને  ગ્રામ્ય વિસ્તારમાં  અવિરત મેઘ સવારી જોવા મળી હતી. અને ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અને રાત્રીનાં સમયે બે વીજપોલ ધરાશાયી થઇ ગયા હતાં.  આ બનાવની જાણ પીજીવીસીએલને કરાતાં સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. અને વીજપોલ દુર કરી નવા ઉભા કરવાની કામગીરી શરૂ કરી હતી.  રોડ વચ્ચે જ વીજપોલ પડયા હોય જેથી વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. કોડીનાર પંથકમાં અત્યાર સુધીમાં 23 ઇંચ વરસાદ પડી જતાં લોકોમાં રાહત પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...