ધરપકડ:પત્રાપસર અને કોડીનારથી 1-1 બોગસ ડોક્ટર ઝડપાયા

કોડીનાર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગીર સોમનાથમાં 3 દિવસમાં ત્રીજો બોગસ તબીબ પકડાયો

જૂનાગઢ તાલુકાના પત્રાપસર ગામેથી એક બોગસ ડોક્ટર પ્રેક્ટીસ કરતાં ઝડપાયો છે. તો કોડીનાર શહેરમાંથી પણ એક બોગસ ડોક્ટરને પોલીસે પકડ્યો છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ તાલુકાના પત્રાપસર ગામે દિવ્યેશ રમણિકભાઇ ડોબરિયા (ઉ. 34, રે. વાલાસીમડી) નામનો શખ્સ ડિગ્રી વિના જ પોતાની ઓળખ ડોક્ટર તરીકેની આપી દવાખાનું ચલાવતો હોવાની બાતમીના આધારે જૂનાગઢ તાલુકા પોલીસના હેડ કોન્સટેબલ દિપકકુમાર બાબુભાઇએ તેને ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. તેના દવાખાનામાંથી પ્રિસ્ક્રીપ્શન વિનાની દવાઓ, સીરપ, ડ્રોપ્સ પણ મળી આવ્યા હતા.

જ્યારે ગિર સોમનાથ એસઓજીએ સતત ત્રીજા દિવસે બોગસ ડોક્ટરો પરની ઘોંસ ચાલુ રાખી છે. એસઓજીના એએસઆઇ લખમણભાઇ ડી. મેતા અને સ્ટાફે મેડીકલ ઓફિસર ડો. અનિલભાઇ ચતુરભાઇ ચાવડાને સાથે રાખી કોડીનારના મૂળ દ્વારકા પારસ ચોકમાં નામ વગરની ક્લિનીક ચલાવતા અને ડિગ્રી વિના લોકોને એલોપેથિક દવા આપતા તુલસીદાસ પ્રભુદાસ અગ્રાવત (ઉ. 50) ને ઝડપી લીધો હતો. તેની પાસેથી દવાઓ અને મેડીકલને લગતા સાધનો પણ કબ્જે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...