તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બળદનું મારણ:ખોડવદરીમાં સિંહે બળદનું મારણ કર્યું

ગારીયાધાર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગારિયાધાર પંથકમાં છેલ્લા ઘણા દિવસથી ડાલામથ્થાએ ધામા નાખ્યા છે. ગારિયાધાર પંથકની આબોહવા વનરાજાને માફક આવી હોય તેમ પંથકમાં આંટા-ફેરા વધી ગયા છે. જેમાં ગતરાત્રિ દરમિયાન પંથકનાં ખોડવદરી ગામની સીમમાં સાવજ દ્વારા દાનીભાઈ મામદભાઈ બુકેરાની માલિકીના બળદનું મારણ કરી વનરાજાએ મિજબાની માણી હતી. ગારિયાધાર વનવિભાગને જાણ કરતાં વનવિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચરોજ કામ કરવામાં આવ્યું હતું. ગારિયાધાર પંથકના શૈત્રુંજી કાંઠા વિસ્તારમાં વનરાજાએ કાયમી વસવાટ કર્યો હોય તેમ કાંઠા વિસ્તારમાં આંટા-ફેરા વધી રહ્યા છે.

પંથકની આબોહવા પણ માફક આવી ગઈ હોય તેમ ડાલામથ્થા મારણ કરી મિજબાની માણતા હોય છે. આમ ગારિયાધાર પંથકમાં સાવજો અનેક વખત આંટા-ફેરા મારતા હોય છે. આ મામલે જંગલ ખાતા દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તેવી લોક લાગણી વ્યક્ત કરાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો