તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:ગારિયાધારના ઠાંસા ઘોબા ગામેથી પસાર થતી વખતે શેત્રુંજી નદીમાં પિતા અને પુત્ર તણાયા, પુત્રની લાશ મળી; પિતા લાપતા

ગારીયાધાર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાબે પિતા અને જમણે પુત્રની તસવીર - Divya Bhaskar
ડાબે પિતા અને જમણે પુત્રની તસવીર
  • પાંચ ટોબરાનાં લાધાભાઇ અને તેમના પુત્ર રોહિતભાઇ બાઇક લઇને ભમોદ્ધા ગામે જતા હતા

ગારીયાધારનાં ઠાંસા ઘોબા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાં પિતા પુત્ર તણાયા હતા. જેમાં પુત્ર રોહિતભાઇની લાશ મળી ગઇ છે જ્યારે પિતા લાધાભાઇની નદીમાં શોધખોળ શરૂ હતી. આ નદીનું પાણી પુલ ઉપરથી વહી રહ્યું હતુ ત્યારે બાઇક પર સવાર આ બન્ને પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા.

ગારીયાધાર તાલુકાનાં પાંચ ટોબરા ગામનાં લાધાભાઇ લીંબાભાઇ ગોહિલ ( ઉ.વ આશરે 52) તેમજ તેમનો પુત્ર રોહિતભાઇ લાધાભાઇ ગોહિલ બાઇક લઇને ભમોદ્ધા ગામે જતા હતા ત્યારે ઠાંસા ઘોબા ગામ પાસે પસાર થતી શેત્રુંજી નદીમાં પુલ પરથી વહી રહેલા ધસમસતા પાણીમાં બંને પિતા પુત્ર તણાયા હતા.જેમાં પુત્ર રોહિતની લાશને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી.જયારે નદીના પાણીમાં તણાયેલા તેમનાં પિતા લાધાભાઇની શોધખોળ ચાલુ હતી.તેમનાં પુત્ર રોહિત પરીણિત હોય જેમાં તેમને ત્રણ દીકરી તેમજ અેક પુત્ર હોવાનુ તેમના પરિવારજનો દ્ધારા જણાવાયુ હતુ.

બંને પિતા પુત્ર ઈંટો પાડવાની કામગીરી કરતાં હોવાનુ જાણવાં મળ્યુ હતુ. પુત્ર રોહિતની લાશ ને ગારીયાધાર આરોગ્ય કેન્દ્ર ખાતે પી.અેમ કરવાં ખસેડવામાં હતી. જ્યારે તેમનાં પિતાની શોધખોળ હાલમાં ચાલુ હતી.બંને પિતા પુત્ર નદીમાં તણાઇ જતા તેમનાં પરિવાર પર આભ ફાટી પડ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...