તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:રૂપાવટીમાં સિલિન્ડરમાં આગ

ગારીયાધાર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

દશેરાના દિવસે જ ઘોડું ન દોડ્યું. તેવો ઘાટ જોવા મળ્યો. ત્યાર બાદ બિજુ ફાયર ફાયટર આવ્યુ. ગારિયાધારનાં રૂપાવટી ગામનાં પોપટભાઈ પ્રાગજીભાઈ મૂંજપરાનાં ઘરે ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. તેમના ઘરે સવારમાં ચા બનાવવા જતાં ગેસ સિલિન્ડર ચાલુ કરતાં જ ગેસ સિલિન્ડરમાં એકા એક આગ લાગી જતાં ઘરમાંથી તેમનો પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો. અને ઘરમાં રહેલી વસ્તુઓ બળીને ખાખ થઈ હતી.

સદનસીબે કોઈ મોટી જાનહાની થઇ ન હતી. જયારે ગારિયાધાર નગરપાલિકાનાં ફાયર ફાઇટરને જાણ કરતાં ફાયર ફાઈટર રૂપાવટી જવાના રસ્તે અધવચ્ચે બંધ પડી ગયું હતું. જયારે બીજુ ન.પા. નું ફાયર ફાઇટર રૂપાવટી ગામે પહોંચ્યું હતું. અને આગ ને કાબુમાં કરવાની કોશિશ કરી હતી. જયારે ગામની પ્રાથમિક શાળાના શિક્ષકોને આગની જાણ થતાં શાળામાં રહેલ ફાયર સેફટીનાં સાધન દ્વારા શિક્ષકોએ આગને કાબુમાં કરી હતી. જયારે ન.પા. નું ફાયર ફાઇટર દશેરાના દિવસે જ ઘોડું ન દોડ્યું તેવો ઘાટ ઘડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો