તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:યુકે બેઠેલી મહિલાના કેસનું વીડિયો કોલીંગથી સમાધાન

દીવ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દીવમાં લોક અદાલત, 29 કેસોનું સમાધાન

દીવમાં આજે યોજાયેલી રાષ્ટ્રિય લોક અદાલતમાં 14 ક્રિમીનલ અને 34 સિવીલ કેસ મળી કુલ 48 કેસ સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા. જેમાં ક્રિમીનલના 14 અને સિવીલના 34 પૈકી 15 કેસોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કુલ 29 કેસનું સમાધાન થયું હતું. સમાધાનના કેસમાં એક કેસનું સમાધાન યુકેમાં રહેલી મહિલાના અહીંની જમીનના કેસનું વીડિયો કોલીંગના માધ્યમથી સુખદ સમાધાન થયું હતું.

કેસમાં યુકે રહેતી મહિલાની દીવના નાયડામાં જમીન અને એક મકાન હતું. તેના યુકેમાંજ રહેતા 5 પુત્રો વચ્ચે આ મિલ્કતનો ભાગ પાડવાનો કેસ દીવમાં ચાલતો હતો. જેમાં વીડિયો કોલીંગથી લોક અદાલતમાં ઘરમેળે સમાધાન થયું હતું. લોક અદાલતમાં જજ એમ. પી. શરાફ અને વકિલો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...