વતન વાપસી:યુક્રેનમાં ફસાયેલા વણાંક બારા, તાલાલાનાં 2 છાત્રો વતન આવ્યા

દીવ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરે સ્વાગત કરી માહિતી મેળવી, પરિવારે આભાર વ્યકત કર્યો

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે જ અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયેલા હતા જો કે, હવે વતન પહોંચી રહ્યાં છે. ત્યારે જ દીવનાં વણાંકબારાનો વતની અને મેડિકલનો છાત્ર જૈનિક રાઠોડ દીવ વતન પહોંચ્યો હતો અને કલેકટરે તેમની સાથે મુલાકાત કરી તેમનું સ્વાગત કર્યું હતું. આ છાત્રનાં પરિવારે સરકાર અને કલેકટર, ડેપ્યુટી કલેકટર, જિલ્લા પંચાયત પ્રમુખ, સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યારે તાલાલાનાં મનસુખભાઈ બાબરીયાનો પુત્ર યજ્ઞેશ ટ્રેનોપીલ સીટીમાં આવેલ યુનિ.માં પહેલા વર્ષમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. અને યુદ્ધની સ્થિતી ઉભી થતા પરિવાર ચિંતીત બન્યો હતો. મનસુખભાઈએ સ્થાનિક વહિવટી તંત્ર, તાલાલા મામલતદાર ઓફિસના સંપર્કમાં રહી ઓપરેશન ગંગા અંતર્ગત યજ્ઞેશને ભારતીય વાયુ સેના દ્વારા પ્લેન મારફત ભારત લઈ આવવામાં આવ્યો હતો. શનિવારે તાલાલા પહોંચતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...