પર્યટકોનો જમાવડો:દીવમાં પર્યટકોનો જમાવડો, દિવાળી તહેવારમાં પર્યટકો ઉમટ્યા, પર્યટન સ્થળોને સેનીટાઇઝર કરવામાં આવ્યાં

દીવએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ માં દર વર્ષે દિવાળી વેકેશન સમયે હજારો પર્યટકો ફરવા તેમજ પીવા ના શોખ થી દીવ આવતા હોય છે. આ વર્ષે કોરોના મહામારી ને લઈ દિવાળી ની શરૂઆત માં દીવ માં ખૂબજ ઓછા પર્યટકો દીવ પહોંચ્યા હતા. પરંતુ દિવાળી પછી દીવમાં પર્યટકોનું આગમન ચાલુ થતાં દીવના પર્યટક સ્થળો બજાર વગેરેમાં પર્યટકોનો જમાવડો જોવા મળી રહ્યો હતો. દીવ એસપી હરેશ્વર વિશ્વનાથ સ્વામી એ દિવાળી પહેલા થી જ દીવ મા પર્યટકો ના આગમનને લઈ ને તૈયારી ઓ કરી લીધી હતી.

પર્યટકો ના આગમન ને લઈ ને મેઈન રોડ પર ટ્રાફિક ની સમસ્યા ના સર્જાય તેથી ઠેર -ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતી. દીવમાં પર્યટકોની ખાસ પંસદગી નાગવા અને ઘોઘલા બીચ છે જેથી પર્યટકો બીચ પર નાહવા અને ખાણી - પીણી ની મજા લેતા જોવા મળ્યાં હતાં. દીવ કિલ્લો, સેન્ટ પોલ ચર્ચ, ગંગેશ્વર મહાદેવ મંદિર, ચક્રવર્તી બીચ, જલંધર બીચ તથા દારૂ ના શોખીન પર્યટકોનો દારુ ની દુકાનો મા જમાવડો જોવા મળ્યો હતો. દીવ પ્રશાસન દ્વારા દીવ ના દરેક પર્યટન સ્થળો પર સેનીટાઈઝર કરવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...