તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:દિવમાં ક્રુઝની પ્રથમ ટ્રીપ સાથે કોરોનાગ્રસ્ત મહિલા પણ આવી

દિવ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • આખી ક્રુઝને સેનેટાઇઝ કરાઇ, બીજા પ્રવાસીઓનું સ્વાગત કરાયું

હજીરાથી દિવ વચ્ચે શરૂ થયેલી ક્રુઝ સર્વીસની પ્રથમ ટ્રીપનું આજે સવારે 11 વાગ્યે દિવમાં આગમન થયું હતું. ક્રુઝમાં સાથે આવેલી એક મહિલાનો રેપિડ ટેસ્ટ કરાતાં તે કોરોના પોઝિટીવ હોવાનું માલુમ પડ્યું હતું. આથી તેને સારવાર માટે દિવની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. હજીરાથી આવેલી ક્રુઝ જય સુફિયા બેલીઝનો આજે સવારે દિવના કિલ્લા પાછળના દરિયામાંથી પ્રવેશ થયો હતો. દિવ જેટી પર પ્રશાસન દ્વારા સ્વાગતની તૈયારીઓ કરી હતી. આવનાર તમામ પ્રવાસીઓનું તિલક કરી પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું. કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખીને પ્રવાસીઓનું થર્મોસ્કેનીંગ કરાયું હતું.

માસ્ક અને સેનેટાઇઝરનો ખાસ ઉપયોગ કરાયો. જે દરમ્યાન ક્રુઝમાં આવેલી એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આથી મહિલાને દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા દીવ સરકારી હોસ્પિટલના કોરોના વિભાગમાં સારવાર માટે દાખલ કરાઇ છે. આ મહિલાની આસપાસના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. સાવચેતી માટે પગલે દિવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ક્રુઝ તેમજ જેટીને સેનેટાઈઝ કરાઇ હતી. પ્રથમ ટ્રીપમાં આવેલી આ ક્રુઝની દીવ જીલ્લા કલેક્ટર સલોની રાય, એસપી અનુજકુમાર, સહિતના લોકોએ મુલાકાત લઇ ક્રુઝની દરેક સુવિધાઓ વિશે જાણકારી મેળવી હતી.

યુવતી અને તેના ગૃપને કારમાં પાછું મોકલાયું
ક્રુઝમાં બંદિશ રોક બેન્ડ ગૃપની ગાયક કલાકાર યુવતીને કોરોના પોઝિટીવ આવ્યા બાદ તેની સાથેના ગૃપના બીજા 4 સહિત પાંચેયને એમ્બ્યુલન્સ મારફત સુરત રવાના કરાયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો