તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દીવમાં દારૂના નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડી, લોકોએ કાર રોકી ચાલકને પોલીસને સોંપ્યો, ઘટના CCTVમાં કેદ

દીવ2 મહિનો પહેલા
દીવમાં દારૂના નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતા મોત. - Divya Bhaskar
દીવમાં દારૂના નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતા મોત.
  • દીવના રબેરી રોડ પરનો બનાવ, મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ પણ મૃતદેહ જ પહોંચ્યો હતો

દીવમાં દારૂના નશામાં એક શખ્સ બેફિકરાઈથી કાર ચલાવી રહ્યો હતો. નશામાં ધૂત કારચાલકે મહિલા સફાઈ કર્મચારીને કચડતા મોત નીપજ્યું હતું. બાદમાં કાર લઈને ફરાર થાય તે પહેલા જ લોકોએ તેને પકડી લીધો હતો અને માર મારી પોલીસને સોંપ્યો હતો. પોલીસે કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

CCTVમાં ઘટના કેદ થઈ.
CCTVમાં ઘટના કેદ થઈ.

કારચાલક ચોટીલાનો હોવાનું ખુલ્યું
ગઈકાલે મંગળવારે બપોરે દીવના રબેરી રોડ પર ચોટીલાનો રહેવાસી યોગેશ જયસ્વાલ નામના શખ્સે દારૂના નશામાં ધૂત થઈ પોતાની GJ-13-AH-2158 નંબરની કાર બેફિકરાઈથી ચલાવી સફાઈ કર્મચારીને હડફેટે લેતા તેમને હોસ્પિટલ ખસેડાઈ હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ મહિલાનું મોત નીપજ્યું હતું. બીજી તરફ કાર ચાલક ફરાર થતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને કાર રોકી યોગેશને પોલીસને હવાલે કર્યો હતો.

રસ્તા પરથી પસાર થતા શ્વાનને પણ કચડવાનો પ્રયાસ કર્યો હતો.
રસ્તા પરથી પસાર થતા શ્વાનને પણ કચડવાનો પ્રયાસ કર્યો હતો.

CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ
દીવના રબેરી રોડ પર એક દારૂના નશામાં યોગેશ સર્પાકાર રીતે કાર ચલાવી રહ્યો હતો. ત્યારે ખુણા પર ઉભી મહિલા સફાઈ કર્મચારીને ઠોકર મારી હતી. બાદમાં મહિલા રોડ પર પટકાતા ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં લોકો એકત્ર થઈ જતા યોગેશ બેફિકરાઈથી કાર લઈ ફરાર થવાનો પ્રયાસ કરે છે. પરંતુ લોકો પાછળ દોડી કારને રોકી લે છે અને યોગેશને બહાર કાઢી માર મારી પોલીસને સોંપે છે.

(જયેશ ગોંધિયા, ઉના)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો