દિવથી ગ્રાઉન્ડ રિપોર્ટ:તાઉ-તે વાવાઝોડાથી દિવ પહેલીવાર સજ્જડ બંધ, નાગવા બીચનો નજારો ખેદાન-મેદાન થયો, દુર્દશાનાં દ્રશ્યો કેમેરામાં કેદ

દિવએક વર્ષ પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • દિવના નાગવા બીચ, ઘોઘલા બીચ અને જલંધર બીચની સુંદરતા પર વાવાઝોડાએ ડાઘ લગાવ્યો

17 મે 2021ના રોજ સાંજના સમયે કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાં તાઉ-તે વાવાઝોડાની અસર શરૂ થઇ ચૂકી હતી અને તોફાની પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો, જે બાદ રાત્રિના સમયે વાવાઝોડું દિવના દરિયાકાંઠે ટકરાયું હતું. વાવાઝોડા બાદ પરિસ્થિતિ જાણવા માટે દિવ્યભાસ્કરની ટીમ દિવ પહોંચી હતી. દિવ પહોંચતા જ જોયું તો સમગ્ર દિવ ખેદાન-મેદાન થઇ ગયેલું જોવા મળ્યું હતું. હંમેશા સહેલાણીઓથી ઉરાતું દિવ વેરાન વગડા જેવું ભાસ્યું હતું. વાવાઝોડા બાદ તબાહીના દ્રશ્યો દિવ્યભાસ્કરના કેમેરામાં કેદ થયા છે.

હોટેલના બોર્ડ, હોર્ડિંગ્સ અને પતરા ઉડી ગયા
તાઉ-તે વાવાઝોડા બાદ દિવ્યભાસ્કરની ટીમ આજે દિવ ખાતે પહોંચી હતી અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું હતું. દિવ્યભાસ્કરની ટિમ દ્વારા નાગવા બીચ સહિત શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરી રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તમામ જગ્યા પર તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા. સમગ્ર દિવ શહેર વાવાઝોડાના પગલે ખેદાન-મેદાન થઇ ગયું હોવાનું સામે આવી રહ્યું છે. ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા છે તો ક્યાંક હોટેલના બોર્ડ, હોર્ડિંગ્સ અને પતરા ઉડી રસ્તા પર પડેલા જોવા મળ્યાં હતા. જોકે તંત્ર દ્વારા રસ્તા પરથી વૃક્ષો દૂર કરવા JCB તેમજ વૃક્ષ કટર અને રસ્સા સહિતના સાધનો સાથે રાખી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પતરાનો કચ્ચરઘાણ.
પતરાનો કચ્ચરઘાણ.

તમામ બીચ પણ ખેદાન-મેદાન થઇ ચૂક્યા છે
દિવ એ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અહીં વિદેશી સહેલાણીઓ પણ ફરવા માટે આવતા હોય છે. દિવ એ પોતાની સુંદરતા અને રમણીય વાતાવરણના કારણે પ્રખ્યાત છે અને તેમાં પણ સૌથી પ્રખ્યાત દિવનો નાગવા બીચ છે. દિવ શહેરના રસ્તા પર નાળિયેરીના ધરાશાયી થયેલા વૃક્ષો તો ક્યાંક દીવાલો ધરાશાયી થયેલી નજરે પડી હતી. દિવના નાગવા બીચ, ઘોઘલા બીચ અને જલંધર બીચ કે જ્યાં માત્ર વિદેશીઓને જ પ્રવેશ આપવામાં આવે છે તે તમામ બીચ ઉપર પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. તમામ બીચ પણ ખેદાન-મેદાન થઇ ચૂક્યા છે ત્યારે દિવની સુંદરતાને ફરી આવતા ખાસ એવો સમય લાગી શકે છે તે વાત તો ચોક્કસ છે.

વૃક્ષો પડતા વાહનો દટાયા.
વૃક્ષો પડતા વાહનો દટાયા.

તમામ બીચ પર નાળિયેરીના પાંદડા અને કચરો એકઠો થયો
દિવના નાગવા બીચ, ઘોઘલા બીચ અને જલંધર બીચ પર નાળિયેરીના પાંદડા અને કચરો એકત્ર થયેલો જોવા મળ્યો હતો. હાલ દિવનું પ્રશાસન જેસીબીની મદદથી સાફ સફાઇ હાથ ધરી છે. એક પછી એક વૃક્ષોને રસ્તા પર હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવી રહ્યો છે. તેમજ દરિયાના પાણી દિવમાં ઘૂસી જતા મુખ્ય રસ્તા પરના ડિવાઇડરનું પણ મોટા પ્રમાણમાં ધોવાણ થઇ ગયું છે. ડામર રોડ ઉખડી ગયા છે. દિવમાં નાળયેરીના વૃક્ષોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. ઠેર ઠેર નાળિયેરીના વક્ષો ધરાશાયી થયા છે.

પેટ્રોલપંપની હાલત.
પેટ્રોલપંપની હાલત.
નાગવા બીચ વેર વિખેર.
નાગવા બીચ વેર વિખેર.
હોટલના પતરા ભાંગીને ભૂક્કો.
હોટલના પતરા ભાંગીને ભૂક્કો.
રસ્તાની હાલત.
રસ્તાની હાલત.
અન્ય સમાચારો પણ છે...