તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોત:દિવથી 10 માઈલ દૂર દરિયામાં બોટમાંથી નીચે પડતા માછીમારનું ડૂબી જવાથી મોત, પરિવારમાં આક્રંદ

દિવ6 મહિનો પહેલા
દિવ જેટી પર માછીમારનો મૃતદેહ લાવવામાં આવ્યો - Divya Bhaskar
દિવ જેટી પર માછીમારનો મૃતદેહ લાવવામાં આવ્યો
  • મૃતદેહને જેટી પર લવાતા મોટી સંખ્યામાં પરિવારજનો ઉમટી પડ્યા

દિવથી 10 માઈલ દૂર દરિયામાં બોટમાંથી દેવશી અરજણ દમણિયા નામનો માછીમાર નીચે પડી ગયો હતો.આથી દરિયામાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. તેના મૃતદેહને દિવ જેટી પર લાવવામાં આવ્યો હતો. દિવ પોલીસે મૃતદેહનો કબ્જો કરી પી.એમ. માટે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહને જેટી પર લવાતા મોટી સંખ્યામાં પરિવારજનો ઉમટી પડ્યા હતા અને આક્રંદ કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું.

દિવ જેટી પર મૃતદેહ આવતા મહિલાઓએ આક્રંદ કર્યુ હતું
દિવ જેટી પર મૃતદેહ આવતા મહિલાઓએ આક્રંદ કર્યુ હતું

કલ્યાણ સાગર નામની બોટમાં માછીમાર કરી રહ્યો હતો
દેવશી દમણિયા કલ્યાણ સાગર નામની બોટમાં દિવના દરિયામાં માછીમારી કરી રહ્યો હતો. બોટના ટંડેલ કરશનભાઈ રામાએ જણાવ્યું હતું કે, પરમ દિવસે રાતના 11 વાગ્યે લંગર નાખ્યું હતું. અમે સવારે લંગર ઉપાડવા આવ્યા હતા. ત્યારે દેવશી બોટમાં હાજર હતો નહીં. આથી અમને શંકા ગઈ હતી અને દરિયામાં જોયું તો અંદર પડેલા હતા. આખો દિવસ શોધખોળ કરી પણ મળ્યા નહીં. આજે સવારે જ તેમનો મૃતદેહ મળ્યો છે.

અગાઉ દમણ જેટી નજીક દરિયામાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જતા મોત થયા હતા
બે મહિના પહેલા દમણના પીડબલ્યુડી જેટી નજીક દરિયામાં ન્હાવા પડેલા બે બાળકોના ડૂબી જતા મોત થયા હતા. બંને બાળકના માતા-પિતા નોકરીએ ગયા હોવાથી બપોરે તેઓ ફરવાના બહાને દરિયા કિનારે પહોંચી ગયા હતા. બાદમાં દરિયામાં ન્હાવા પડતા બંનેના ડૂબી જતા મોત નીપજ્યા હતા.

(જયેશ ગોંધિયા, ઉના)