તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LIVE દ્રશ્યો:દીવમાં સાઉદવાડીની બોટમાં અચાનક પાણી ભરાતા વણાંકબારાના મધદરિયે જળસમાધિ લીધી, 7 ખલાસીનો ચમત્કારિક બચાવ

દીવ2 મહિનો પહેલા
વણાંકબારાના મધદરિયે બોટે જળસમાધિ લીધી. - Divya Bhaskar
વણાંકબારાના મધદરિયે બોટે જળસમાધિ લીધી.
  • 16 ડિસેમ્બરે ટંડેલ સહિત 7 ખલાસી માછીમારી કરવા માટે દરિયામાં રવાના થયા હતા

દીવના સાઉદવાડીની બોટમાં અચાનક પાણી ભરાતા વણાંકબારાના મધદરિયે જળસમાધિ લીધી હતી. બોટ દરિયામાં જળસમાધિ લેતી હોય તેના LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. માછીમારી કરવા ગયેલી બોટમાં 7 ખલાસીઓ હતા જેનો અન્ય બોટ દ્વારા ચમત્કારિક બચાવ કરી લેવામાં આવ્યો છે. બોટ દરિયામાં ડૂબી જતા માલિકને લાખો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.

બોટ ડૂબ તેના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા.
બોટ ડૂબ તેના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા.

સાઉદીવાડીના નાનજી રામા બામણીયાની માલિકીની બોટ
દરિયામાં જળસમાધિ લેનાર બોટ સાઉદીવાડાના નાનજી રામા બામણીયાની હતી. બોટ નં.IND, DD02, 414 નંબરની બોટ હતી. બોટ 16 ડિસેમ્બરના રોજ એક ટંડેલ સહિત 7 ખલાસીઓ સાથે દરિયામાં માછીમારી કરવા માટે ગઈ હતી. પરંતુ ગઈકાલે 28 ડિસેમ્બરના રોજ બોટમાં અચાનક પાણી ભરાતા જળસમાધિ લઈ લીધી હતી. જો કે, ટંડેલ સહિત સાત ખલાસીઓનો અન્ય બોટ દ્વારા ચમત્કારિક બચાવ કરવામાં આવ્યો હતો.

બોટ ડૂબી જતા માલિકને લાખો રૂપિયાનું નુકસાન.
બોટ ડૂબી જતા માલિકને લાખો રૂપિયાનું નુકસાન.

માછીમારો માટે આ વર્ષે દરિયો ઘાતક બની રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દરિયો માછીમારો માટે ઘાતક સમાન બની રહ્યો છે. થોડા દિવસ પહેલા ઓખાના દરિયામાં એક બોટ ડૂબી હતી. જ્યારે અગાઉ ઉનાના સૈયદ રાજપરા દરિયામાં ત્રણ બોટે જળસમાધિ લીધી હતી. જેમાં ચાર માછીમારોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. આથી માછીમારો ચિંતામાં મુકાયા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો