અકસ્માત:દીવ-ઘોઘલા પુલ ઉપર બાઈક રેલીંગ સાથે અથડાયું, 1નું મોત

દીવ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો

દીવ-ઘોઘલા પુર પર બાઈક રેલીંગ સાથે અથડાતા એક યુવાનનું મોત નિપજ્યું હતુ. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ ઘોઘલા ગામે રહેતો સન્ની પરસોતમ સોલંકી (ઉ.વ.29) નામનો યુવાન પોતાનું બાઈક લઈ દીવ-ઘોઘલા રોડ પરનાં પુલ પરથી પસાર થઈ રહ્યો હતો. એ દરમિયાન સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અને બાઈક રેલીંગ સાથે અથડાતા સન્નીને ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...