તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરીક્ષણ:વિકાસ કામોની સમિક્ષા માટે પ્રશાસકનો દીવમાં મુકામ

દિવ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રફૂલ પટેલે દિવના વિકાસ કાર્યોનું કર્યું નિરીક્ષણ

દાદરા નગર હવેલી, દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ ગઇકાલે મોડી રાત્રે દીવના ઘોઘલા સર્કિટ હાઉસ આવી પહોંચ્યા હતા. આજે સવારે 10 વાગ્યાથી તેમણે અધિકારીઓ અને કર્મચારીઓના કાફલા સાથે દીવ જીલ્લાના વિવિધ વિકાસ કાર્યો અને અન્ય સ્થળોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઘોઘલામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવી રહેલા મકાનો વિશે માહિતી મેળવી નિરીક્ષણ કરી સૂચનો કર્યા હતા. ઘોઘલામાં બનાવવામાં આવેલ સ્વીમિંગ પુલ, જીમ વગેરે બિલ્ડીંગનું તેમણે બહારથી નિરીક્ષણ કર્યું હતું. બાદમાં તેઓએ દીવ ઝાંપા સ્થિત પદ્મભૂષણ કોમ્પલેક્ષની મુલાકાત લઇ સફાઈ, સુધારા વધારા અને નવીનિકરણ કરવા સુચના આપી હતી. તેમણે સર્કિટ હાઉસમાં બનાવવામાં આવેલા રુમોની પણ મુલાકાત લઇ અમુક રુમના ડેકોરેશનની પ્રશંસા કરી તો અમુક રુમમાં સુધારા માટે સુચનો કર્યા હતા. તેઓ દીવ ચક્રતીર્થ બીચ પર બનનાર બગીચા ની મુલાકાત કરી હતી. આ સાથે અનેક સ્થળોની તેમણે મુલાકાત લીધી હતી. નિરીક્ષણ પૂર્ણ થયા પછી બપોરે તેઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે અને સ્માર્ટ સિટી માટે પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો