તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાત્રી કર્ફ્યુ જાહેર:દીવમાં આગામી 30 એપ્રિલ સુધી રાત્રી કર્ફ્યુ જાહેર કરાયો

દીવ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધોરણ 1 થી 8નાં વિદ્યાર્થીઓની શાળા બંધ

રાજ્યમાં વધતા જતાં કોરોના કેસને ધ્યાને રાખીને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં આગામી 30 એપ્રીલ સુધી રાત્રી કફર્યું જાહેર કરવામાં આવી છે.

કોરોના સંક્રમણ અટકાવવા માટે સંઘ પ્રદેશ પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા 30 એપ્રીલ સુધી દીવમાં રાત્રે 10 વાગ્યા થી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યું લાગુ કરાઇ છે. સંઘ પ્રદેશ પ્રશાસનના સ્વાસ્થ વિભાગના સચિવ ડો. મથુમ્માં દ્વારા આદેશ કરવામાં આવ્યા છે જ્યાં સુધી અન્ય આદેશ ન આવે ત્યા સુધી આવતી 30 એપ્રીલ સુધી રાત્રી કર્ફ્યું જાહેર કરાઈ છે. સાથોસાથ જિલ્લમાં ટેસ્ટિંગ,ટ્રેસિંગ કરવામાં આવી રહી છે. જ્યારે ધોરણ 1 થી 8 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળા બંધ રાખવા આદેશ અપાયો છે.

જ્યારે ધો. 9 થી 12 માટે કોવિડની સરકારી ગાઈડ લાઈન અનુસાર યોગ્ય શરૂ રહેશે. દીવના પર્યટન સ્થળો, સમુદ્ર બીચ, બાગ, બગીચા જાહેર સ્થળો જેવી જગ્યાઓ બંધ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો