તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ નજીક ડુંગરી પાસે હાઇવે પર સુરત જવા માટે નિકળેલી ટ્રક બગડી જતાં ઉભા હતા ત્યારે અજાણ્યા ઇસમોએ છરી બતાવી રૂ.11 હજારની લૂંટ કરનાર આરોપીના જામીન વલસાડ સેશન્સ કોર્ટે ફગાવી દીધા છે.ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલ ગ્રાહ્ય રાખી સેશન્સ જજ એમ.કે.દવેએ જામીન અરજી રદ કરતો હુકમ કર્યો હતો. વાપીના બજરંગ ટ્રાન્સપોર્ટનો ડ્રાઇવર દિનેશ રતિલાલ યાદવ ટ્રકમાં કંપનીનો માલ ભરીને 9 માર્ચ 2017ના રોજ સુરતના પાંડેસરા જવા માટે નિકળ્યો હતો.દરમિયાન વલસાડના ડુંગરી હાઇવે પર બે અજાણ્યા માણસોએ આવી ચઢી ગયા હતા.ત્યારબાદ ડ્રાઇવરના હાથમાં ઇજા પહોંચાડી મોબાઇલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.11 હજારની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હતા.આ ગુનામાં સંડોવાયેલા પોલિસે આરોપી મહેશ ઉર્ફે ભુરો રમેશ ચંદનશિવની ધરપકડ કરી હતી.આરોપી મહેશે તેની માતાની માંદગીનું કારણ દર્શાવી સેશન્સ કોર્ટમાં 30 દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.