તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:વલસાડમાં દુષ્કર્મના આરોપીને કોરોના ટેસ્ટ ન થતા જેલરે સ્વીકાર્યો નહી

વલસાડ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગૃહ-આરોગ્યના અલગ પરિપત્રથી ગૂંચવાડો

રાજ્યના બે અલગ અલગ વિભાગના પરિપત્રોને કારણે વલસાડમાં  દુષ્કર્મના આરોપીનો કોરોનાનો ટેસ્ટ બાકી રહેતા ધડપકડ અટવાઈ છે. વલસાડ રૂરલ પોલીસ મથકે સગીરા પર દુષ્કર્મ આચરનાર પિતાની પોલીસે અટક કરી હતી. રાજ્ય ગૃહ વિભાગના પરિપત્ર મુજબ આરોપીની ધડપકડ કરતા પહેલા કોરોનાનો ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. જેથી પોલીસે આરોપીને સિવિલમાં કોરોનાના ટેસ્ટ માટે  મોકલ્યો હતો.પણ સિવિલના તબીબોએ આરોગ્ય વિભાગના પરિપત્રના આધારે તેની ટ્રાવેલ હિસ્ટ્રી જાણીને સ્ક્રિનિંગ કરી જેલમાં 14 દિવસ  કોરેન્ટાઇનમાં રહેવા સૂચના આપી હતી. જેના આધારે વલસાડ પોલીસે આરોપીની ધડપકડ બાકી રહી હતી. જયારે ગૃહ ખાતાના પરિપત્રના આધારે કોરોનાનો નેગેટિવ રીપોર્ટ ન આવે ત્યાં સુધી ધડપકડ કરીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં લેવાની ના પાડતા દુષ્કર્મનો આરોપીની ધડપકડ અટવાઈ છે.

આરોગ્ય વિભાગનો પરિપત્રમાં આ જણાવ્યું છે
આરોપીની 14 છેલ્લા 14 દિવસમાં ઈન્ટરનેશલ કે હોટ સ્પોટ વિસ્તારની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય,કોરોનાના કોઈ લક્ષણો ન હોય તો જેલમાં કોરેન્ટાઇન કરવો ,આરોપીને શ્વાસ લેવામાં તકલીફ, તાવ, શરદી કે ખાંસી ન હોય તો કોર્ટમાં રજૂ કરતી વખતે ટ્રિપલ લેયર માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું આરોપીને જેલમાં અન્ય આરોપીઓથી અલગ વ્યવસ્થા ઉભી કરવી. 

ગૃહ વિભાગના પરિપત્રમાં આ જણાવ્યું છે 
આરોપીને કોરોનાનો રીપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં ધડપકડ કરીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મુકવો નહિ આરોપી કોરોના સંક્રમણમાં હોય તો જેલમાં રહેલા અન્ય આરોપીઓને સંક્રમણનો ભય વધી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો