તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • The Corona Center Reached Out To The Joint Director, Sending The Necessary Guidance To The Department Of Health For Treatment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:કોરોના સેન્ટરે સંયુક્ત નિયામક પહોંચ્યા, સારવાર માટે આરોગ્ય વિભાગને જરૂરી માર્ગદર્શન પાઠવ્યું

વલસાડ 10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં કોરોનાની પરિસ્થતિનો જાણકારી મેળવવા અમદાવાદથી સંયુક્ત નિયામક ઓપ્થોલ્મોલોજી ડો.ગિરીશ ઠાકરે રવિવારે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જિલ્લામાં કોરોનાના દર્દીઓને આપવામાં આવતી સારવાર વિષે આરોગ્ય વિભાગની ટીમને જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સાથે બેઠક કરી કોરોના સામે સાવચેતી રાખવાની જરૂરી વિગતિ આપી હતી.

વલસાડ જિલ્લામાં કોવિદ કેર સેન્ટરની મુલાકાતે અમદાવાદથી સંયુક્ત નિયામક ઓપ્થોલ્મોલોજી અને અધિક નિયામક લેપ્રેસી, ડો.ગિરીશ ઠાકરે રવિવારે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જેમાં કોવિદ-19 કેર સેન્ટર અટગામ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સેગવા અને સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડ અને કોરોના ટેસ્ટ કરતી લેબોરિટીની ખાસ મુલાકાત લીધી હતી. જેમાં વલસાડ જિલ્લાના કોરોનાના દર્દીઓને આપવામાં આવતી સારવાર અંગે જાણકારી મેળવી ગિરીશ ઠાકરે આરોગ્ય વિભાગને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વલસાડ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આપવામાં આવતી સારવારથી ડો.ગિરીશ ઠાકરને સંતોષ થયો હતો. આરોગ્ય વિભાગે કરેલી પૂર્વ તૈયારીઓને બિરદાવી હતી.

વલસાડ જિલ્લા કલેક્ટર અને ડીડીઓ સાથે એક બેઠક કરીને આગામી દિવસોમાં કોરોના ઉપર કાબુ મેળવવા બાબતે ચર્ચા કરી હતી. વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં કુલ 2300 જેટલા શંકાસ્પદ કોરોનાના દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 2294 ટેસ્ટના રીપોર્ટ નેગેટિવ આવ્યા હતા. 6 દર્દીઓને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યા હતા. જે પૈકી વલસાડ સિવિલમાં 4 અને 1 વાપીની જનસેવા હોસ્પિટલમાં કોરોનાના દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 4 દર્દીઓને 14 દિવસની સારવાર બાદ રીપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી હતી. એક દર્દી સિવિલમાં સારવાર મેળવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો