તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:વલસાડ સિટી પોલીસના ક્વાટર્સમાંથી જ કાર ચોરાઇ, પોલીસ કર્મીના વાહનો સુરક્ષિત નથી

વલસાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડ શહેરમાં સીટી પોલીસ મથકે પાછળ આવેલા પોલીસ લાઈનના પાર્કિંગમાં પાર્ક કરેલી પો.કોની કારની ચોરી થઇ હતી. વલસાડ સીટી પોલીસ મથકે પોલીસ કેસ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયદીપ પ્રજાપતિએ પોલીસ લાઈનના પાર્કિંગમાં તેમની નંબર પ્લેટ વગરની કાર પાર્ક કરી હતી. લોકડાઉન દરમિયાન ડિટેન કરેલા વાહનો પણ પોલીસ લાઈનમાં પાર્ક કરવામાં આવ્યા હતા. ડિટેન થયેલા વાહનો નિયમ મુજબ દંડ લઈને વાહનો છોડવાની પોલીસ વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

બુધવારે જયદીપે પાર્ક કરેલી જગ્યાએ કાર મળી ન હતી. જેને લઈને પોલીસે વિભાગ દોડતું ત્હોય ગયું હતું. પોલીસ વિભાગ દ્વારા ડિટેન થયેલા વાહનો દંડ ભરીને છોડવામાં આવી રહ્યા હતા. જે દરમિયાન કોઈ વાહન ચાલકની કારની ચાવી જયદીપની કારમાં લાગી ગઈ હોઈ શકે તેવું પોલીસ વિભાગ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે. વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર લગાવેલા સરકારી અને ખાનગી CCTV કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે. પોલીસ મથકની પાછળ આવેલી પોલીસ લાઇનમાંથી કાર ચોરીની ઘટના સામે આવતા પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો હતો. ઘટના અંગે સીટી પોલીસ મથકે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આમ વલસાડ સિટી પોલીસ ગમે તેટલા બણગા ફૂંકતી હોય પરંતુ તેમના પોતાના ઘર પાસે તેમના વાહનો સુરક્ષિત નથી. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો