તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:વલસાડની ખાનગી શાળામાં ધો.1- 9ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પ્રવેશ શરૂ

વલસાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકડાઉન બાદ ડોક્યુમેન્ટ ચકાસી શાળામાં પ્રવેશ અપાશે

વલસાડ જિલ્લામાં લોકડાઉન વચ્ચે વિદ્યાર્થીઓની પસંદગીની શાળામાં પ્રવેશ અપાવવા ઇચ્છુક વાલીઓ માટે ખાનગી શાળાઓએ ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. કોરોનાના સંક્રમણથી વાલીઓને અને વિદ્યાર્થીઓને બચાવવા માટે જિલ્લાની મહત્તમ ખાનગી શાળાઓએ સોશ્યલ મીડિયાના માધ્યમથી ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે.
વિદ્યાર્થીઓને સ્ટડી ટુ હોમ અંતરગત નવા સત્રનો અભ્યાસ ક્રમ ઓનલાઇન ચલાવવામાં આવી રહ્યો છે.
લોકડાઉન દરમિયાન પ્રવેશ ફોર્મ ભરીને વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળાઓમાં પ્રવેશ મેળવવા એપ્લાય કરી રહ્યા છે. શાળાઓ દ્વારા હાલ પ્રાથમિકમાં ધો.1 અને માધ્યમિકમાં ધો.9માં વિદ્યાર્થીઓને ઓનલાઇન પ્રવેશ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ પ્રેવેશ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ માટેની બાકીની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લાની તમામ શાળાઓમાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને સ્ટડી ટુ હોમ અંતરગત નવા સત્રનો અભ્યાસ ક્રમ ઓનલાઇન ચલાવવામાં આવી રહ્યો છે. હાલમાં લોકડાઉન હોવાથી વાલીઓ પણ પોતાના સંતાનને શાળામાં પ્રવેશ મુદ્દે ચિંતામાં હતા. આખરે વલસાડની શાળા દ્વારા ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાતા હાશકારો લીધો છે. 
પસંદગીની શાળાઓમાં પ્રવેશ મળશે
શાળા અને વિદ્યાર્થીઓનો સમય બચાવવા કેટલીક ખાનગી શાળાઓએ ધો.1 અને 9ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન પ્રવશના ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની પસંદગીની શાળાઓમાં સરળતાથી પ્રવેશ મળી શકે તેમાટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. લોકડાઉન પૂર્ણ થયા બાદ શાળા દ્વારા તબક્કામાં વાલીઓને બોલાવી જરૂરી ડોક્યુમેન્ટ ચકાશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો