તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • New Experiment Of Social Distance In Rationing Shop In Jujwa, Distribution Of Food Grains At A Distance Of 2 Meters By Making Panar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:જૂજવામાં રેશનિંગની દૂકાનમાં સામાજીક દૂરીનો નવતર પ્રયોગ, પનાર બનાવી 2 મીટરનું અંતર રાખી અનાજનું વિતરણ

વલસાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

વલસાડ તાલુકાના જુજવા ગામે રેશનિંગની દૂકાનમાં ગ્રાહકોના સોશ્યિલ ડિસ્ટેન્સ જાળવવા માટે દૂકાનદારે નવતર પ્રયોગ કર્યો છે.વજનકાંટા પરથી અનાજ આપનાર દૂકાનદારથી દોઢથી 2  મીટર દૂરીનું અંતર જાળવવા માટે પનારનો ઉપયોગ કરાયો છે.

કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય અને વહીવટી તંત્રએ રેશનિંગના દૂકાનદારોને સોશ્યિલ ડિસ્ટેન્સિંગની વિશેષ સૂચનાઓ આપી છે.લોકડાઉનમાં રાજ્ય સરકારે એનએફસીના પાત્રતા ધરાવનાર રેશનકાર્ડ ધારક  લાભાર્થીઓને અનાજ આપવા માટે વજનકાંટાથી 2 મીટર સુધીનું અંતર જળવાઇ રહે તે માટે પન્નારપટ્ટી (પનાર) ગોઠવવામાં આવી છે.ડિજિટલ વજનકાંટાથી અનાજ તોલીને પન્નારપટ્ટીમાં અનાજ પાડી લાભાર્થીના થેલામાં સીધું પડે અને એક બીજાથી સામાજિક અંતર જળવાઇ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.આ સાથે સેનેટરાઇઝિંગ કરાવી ગ્રાહકોને માટે મંડપ પણ બનાવાયું છે.ગ્રાહકોના આધારકાર્ડ અને રેશનકાર્ડ લઇને ડિજિટલ કાંટા પર વજન કરી વિના મૂલ્યે અનાજ વિતરણ કરાઇ રહ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો