તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીવનદીપ:મોબાઇલ બ્લડ કલેક્શન વાન આર્શીવાદ રૂપ, રક્તદાતાથી કેન્દ્રને 1696 યુનિટ રક્ત મળ્યું

વલસાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના વચ્ચે લોકડાઉનમાં રક્તદાતાથી કેન્દ્રને 1696 યુનિટ રક્ત મળ્યું

લોકડાઉનમાં દર્દીઓને રક્ત પહોંચાડવું લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું હતું. આ સંજોગોમાં વલસાડ રક્તદાન કેન્દ્રના સંવાહકો, કર્મીઓની મહેનતથી 1696 યુનિટ રક્ત મેળવી શકાયું છે. લોકડાઉનમાં આધૂનિક સુવિધા ધરાવતી એસી મોબાઇલ બ્લડ કલેક્શન વાન દર્દીઓની જિંદગી બચાવવાનું નિમિત્ત બની છે. વલસાડ રક્તદાન કેન્દ્રમાં 629 યુનિટ,એસી મોબાઇલ બ્લડ કલેકશન વાનમાં 18 કેમ્પો થકી 1042 યુનિટ મળી કુલ 1671 યુનિટ રક્ત એકત્ર કરવામાં સફળતા મળી છેે. વલસાડ રક્તદાન કેન્દ્ર 2006થી એફેરસી મશીનની સુવિધા ધરાવે છે. વલસાડ વિસ્તારમાં લેપ્ટોસ્પાઇરોસિસ, ડેન્ગ્યુ અને કેન્સરના દર્દીઓ માટે આશિર્વાદરૂપ છે જ પણ હાલમાં પ્રચલિત પ્લાઝમાં થેરાપી જે ખાસ કરીને કોરોનો સંક્રમિત વ્યક્તિ માટે જરૂરી છે તે માટે પણ સજ્જ છે. સંસ્થાના સેક્રેટરી યઝદી ઇટાલિયા મુજબ જીએમઇઆરએસ મેડિકલ કોલેજના સંકલનમાં આ થેરાપી શરૂ કરવી હોય તો સરકારની ગાઇડલાઇન અને મંજૂરી હેઠળ સંસ્થા ભવિષ્યમાં કટિબધ્ધ રહી છે.

લોકડાઉનમાં 1696 યુનિટ રક્ત પહોંચ્યું

 • હોસ્પિટલોમાં 262 યુનિટ સગર્ભા બહેનો માટે
 • કોરોના આઇસોલેશન દર્દીઓને 14 યુનિટ
 • અન્ય દર્દીઓને 333 યુનિટ
 • થેલેસેમિયાના 96 અને સિકલસેલના 53 દર્દીઓને 758 યુનિટ
 • ખાનગી દવાખાનામાં દાખલ દર્દીઓને 764 યુનિટ
 • વલસાડ ડાંગ જિલ્લામાં કાર્યરત 10 સ્ટોરેજમાં 160 યુનિટ
 • 14 સિંગલ ડોનર પ્લેટલેટ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો