તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડના મોગરાવાડી વિસ્તારમાં એમપીના 43 શ્રમિકો રોજી રોટી માટે સ્થાયી થયા છે.લોકડાઉનના કારણે કામધંધો બંધ થતાં છેલ્લા 20 દિવસથી ખાવાના ફાંફા પડી ગયા છે.કલેકટર કચેરી અને મામલતદાર સમક્ષ શ્રમિકોએ ભોજનની અથવા વતન મોકલવાની વ્યવસ્થા કરવા માગ કરી છે.વતન મોકલવા તંત્રને યાદી સુપરત કરાઇ છતાં ઉકેલ ન આવતા પરિવારોની હાલત કફોડી બની છે. વલસાડ શહેરમાં મોગરાવાડી ઝોનમાં રહેતા શ્રમિકો અને કારીગરો છુટક મજૂરી અને બાંધકામ ક્ષેત્રે કામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે.મોગરાવાડીમાં તેઓ લાંબા સમયથી ઝુંપડામાં રહીને દિવસો વિતાવે છે.
લોકડાઉનના કારણે કામધંધો બંધ થતાં પ્રારંભમાં સરકાર દ્વારા અનાજની કિટ આપવામાં આવી હતી.જેના થકી પરિવારના સભ્યોનું ગુજરાન થોડા દિવસ ચાલ્યા બાદ કોઇ સહાય ન મળતાં દિવસ પસાર કરવા મુશ્કેલ બન્યું છે.આ શ્રમિકોએ તેમના વતન એમપી જવા માટેની યાદી મામલતદાર કચેરીમાં પણ સોંપી હતી.પરંતું હજી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી.મામલતદાર કચેરી અને કલેકટર કચેરી વચ્ચે રજૂઆતો કરવા આંટાફેરા મારવાની નોબત આવી છે.
મજૂરી કામ બંધ થતા ઘણા દિવસથી ભુખમરાની સ્થિતિ ઉદભવી રહી છે
કામની સિઝનમાં રોજી રોટી માટે આવીએ છીએ.પરંતું લોકડાઉનના કારણે મજૂરી બંધ થઇ જતાં ઘણા દિવસથી ભુખમરાની સ્થિતિ છે.બાલ બચ્ચા તથા મહિલાઓ સાથેના પરિવારને ભોજન મળતું નથી.સરકારે અનાજની કિટ આપી હતી,જે પૂરી થઇ ત્યારથી બીજી કિટ કે ભોજન વ્યવસ્થા ન થતાં મુસીબત ઉભી થઇ છે. - કુરવશી ગોસાઇ,શ્રમિક,વલસાડ
વતન મોકલવા યાદી આપી છે,પરંતું વહીવટી તંત્રએ કોઇ વ્યવસ્થા કરી નથી
વલસાડથી એમપી વતન જવા માટે અમોએ 43 સભ્યોની યાદી તૈયાર કરી છે.મામલતદાર કચેરીમાં 3 વાર યાદી આપી હતી.જેનું વેરિફિકેશન પણ કરાયું હતું.પરંતું ક્યારે વતન મોકલાશે તે બાબતે કોઇ જવાબ મળતો નથી.પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે.ભોજન અથવા વતન પરત કરવા મદદ કરવામાં આવે તેવી માગ કરીએ છીએ. - મનોજ ગોસાઇ, શ્રમિક, વલસાડ
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.