તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેશનકાર્ડધારકો:કપરાડાના ખાતૂનિયામાં 45 લાભાર્થીના હકનું અનાજ વચેટિયા ઓહિયા કરી ગયા

વલસાડ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનાજ જાય છે ક્યાં તેની તપાસની માગ, દૂકાનદાર સામે કાર્યવાહી કરવા રાવ

વલસાડથી 70 કિમી દૂર આવેલા કપરાડા તાલુકાના 100 ટકા આદિવાસી ગામ ખાતૂનિયામાં 45 લાભાર્થીને અનાજ અપાયું જ નથી જ્યારે અનેકને રેશનિંગનું અનાજ ઓછું આપી બાકીનું ઓહિયા કરી જવાના આક્ષેપ સાથે લાભાર્થીઓએ વલસાડ કલેકટર સમક્ષ ન્યાયની માગણી કરી છે.રેશનિંગના દૂકાનદારને અનાજ ઓછું મળ્યું છે તેમ કહેતાં જ લાભાર્થીઓને દબડાવતા કંટાળેલા લાભાર્થીઓએ તેમની સામે કાર્યવાહી કરવા દાદ માગી છે.
દૂકાનદાર પોતાની મનમાનીથી અનાજ આપે છે તેવી બુમરાણ ઉઠી રહી છે
ખાતૂનિયા ગામે 3 ગામના રેશનકાર્ડધારકો માટે અનાજ વિતરણની રેશનિંગ દૂકાન ફાળવવામાં આવી છે.આ ગામમાં રેશન માટે લાભાર્થીઓને મહિનાનો નિયત કરાયેલો જથ્થો આપવામાં ભારે લાલિયાવાડી ચાલી રહી હોવાની કાર્ડધારકો ફરિયાદ કરી રહ્યા છે.લોકડાઉનમાં હાલ સંજોગોને જોતાં લોકોને જરૂરી રાશન મળી રહે તેવી સરકારે વ્યવસ્થા કરી છે,પરંતું દૂકાનદાર પોતાની મનમાનીથી અનાજ આપે છે તેવી બુમરાણ ઉઠી રહી છે.ક્યાંક લાભાર્થી જો અવાજ ઉઠાવે તો તમારાથી થાય તે કરી લેજો,અમને કોઇ પૂછનાર નથી તેવી દાદાગીરીનો પણ સામનો કરવો પડતો હોવાનો રોષ ખાતુનિયા ગામના લાભાર્થીઓએ વ્યકત કર્યો છે.
અનાજ ન મળ્યું, કેરોસીનના કાળાબજાર 
 45 લાભાર્થીઓને દૂકાનદારે અનાજ આપ્યું નથી જ્યારે જેને આપ્યુ છે તેમને ઓછો જથ્થો મળ્યો છે.કેરોસીનના પણ કાળા બજાર થઇ રહ્યા છે.જેની કલેકટરને ફરિયાદ કરી છે. -સુરેશ બાબન,લાભાર્થી,ખાતુનિયા
બીજા તાલુકાના અધિકારીને તપાસ સોંપો 
 ખાતૂનિયા પંથકના લાભાર્થી પરિવારોનું ભરણપોષણ મુશ્કેલ બન્યું છે.આ મામલે કલેકટરને એવી ફરિયાદ કરી છે કે, કપરાડા તાલુકાના પુરવઠા અધિકારીના બદલે બીજા તાલુકાના પુરવઠા અધિકારીને તપાસ સોંપો અને અત્યાર સુધી જે ઓછું અનાજ મળ્યું  છે તે પુરેપુરો મળે તેવી માગ છે.-સોમુ પાંડુ,લાભાર્થી

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો