તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:વલસાડ -પારડીની 8 દુકા સામે કાર્યવાહી કરવા IGની સૂચના, સામાજિક અંતરના ધજાગરા

વલસાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકોએ સામાજિક અંતરના ધજાગરાના ફોટો મોકલ્યા

સુરત આઇજી કચેરીથી વલસાડ એસપી અને સીટી, રૂરલ અને પારડી પોલીસ હદ વિસ્તારમાં સોશ્યલ ડિસ્ટન્સ અભાવ જણાવતા ફોટા ઈમેલ મારફતે મોકલવામાં આવ્યા હતા. આઇજીએ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ તમામ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. વલસાડ એસપી અને સીટી, રૂરલ તેમજ પારડી પોલીસ મથકે સુરત રેન્જ આઇજીએ ગુરૂવારે એક મેલ મોકલાવ્યો હતો. મેલમાં 8 દુકાનદારમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ફોટા મોકલાવ્યા હતા.

જે ફોટોના આધારે પોલીસ મથકને 8 દુકાન બહાર સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ અને એક બાઈક ચાલક જે ડબલ સવારી જતા સ્થાનિક લોકોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી મોકલાવ્યા હતા. આ તમામ સામે કાર્યવાહી કરવા સુરત આઇજીએ સૂચના આપવામાં આવી હતી. પોલીસ મથકે આવેલા ઈમેલના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને 8 જેટલા દુકાનદારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ વિભાગે લોકડાઉનનો ભંગ કરતા લોકોના ફોટા સોશ્યલ મીડિયાના માધ્યમથી મોકલાવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. જે અપીલના આધારે કેટલાક સ્થાનિક લોકો દ્વારા સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ કરતા દુકાનદારો અને વાહન ચાલકોના ફોટા મોકલાવી રહ્યા છે. જે ફોટાના આધારે રેન્જ આઇજી દ્વારા પોલીસ મથકે મેલ મોકલાવીને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી રહી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો