તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડની કેરીને લોકડાઉન વચ્ચે લોકોના ઘર સુધી પહોંચાડવા માટે પોસ્ટ વિભાગે નવી પાર્સલ સેવાનો પ્રારંભ કર્યો છે. જેમાં ખેડૂત તેની કેરી ગુજરાતમાં કોઈ પણ ખૂણે મોકલી શકશે. ગુજરાતની પ્રખ્યાત વલસાડી કેરીને લોકડાઉનનું ગ્રહણથી બચાવવા પોસ્ટ વિભાગે કેરીના પાર્સલ પહોંચાડવાની મોટી શરૂઆત કરી છે.ખેડૂતે તૈયાર કરેલા કેરીના બોક્ષ આંબા વાડીઓથી એકત્રિત કરીને ખેડૂતે વેપારીના ગોડાઉનમાં, દુકાને કે પછી ગ્રાહકોના ઘરે સીધા પાર્સલ પહોંચાડવામાં આવશે.
આ પાર્સલ સેવાથી લોકડાઉન વચ્ચે ખેડૂતોને સીધો લાભ મળશે. ખેડૂતની કેરી તેના ગ્રાહકોના ઘરે બેઠા મોકલી શકાશે. ખેડૂતોને તેની કેરીનું યોગ્ય વળતર પણ મળી જશે. ગ્રાહકોને આંબા વાડીમાંથી ખેડૂતે તૈયાર કરેલા કેરીના બોક્ષ માત્ર 48 કલાકની અંદર ગુજરાતના કોઈપણ ખૂણે પહોંચાડવા પોસ્ટ વિભાગે ગુરૂવારથી પ્રારંભ કર્યો છે. ચાલુ વર્ષે લોકડાઉનમાં ખેડૂતોની વર્ષની કેરી પાછળ કરેલી મહેનત પાણીમાં જવાની હોય તેમ લાગતું હતું. પોસ્ટ વિભાગે લોજિસ્ટ્રીક પોસ્ટ દ્વારા કેરીના બોક્ષ મોકલવાની ગુજરાતમાં પ્રથમ વખત સેવા શરૂ કરાઈ છે. વલસાડ જિલ્લાની APMCમાં ખેડૂતો અને વેપારીઓનો પોસ્ટ વિભાગે સીધો સંપર્ક કર્યો હતો. રૂ.10 પ્રતિ કોલોન ભાવે 50 કિલોથી વધુ કેરી ગુજરાતમાં પહોંચાડશે. ખેડૂતોને લોકડાઉન વચ્ચે વાહનોના પાસ મેળવવા ઘણી તકલીફો પડી રહી છે. ખાનગી વાહન ચાલકો ભાડું વધારે માંગી રહ્યા છે. પોસ્ટની સેવામાં પાર્સલ મોકલવાથી કોઈ ચિંતા નહિ. હાલ આ સેવા ગુજરાત પૂરતી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ખેડૂતોની ડિમાન્ડ મુજબ અન્ય રાજ્યોમાં કેરી મોકલવા વિચારણા ચાલી રહી છે.
સોશ્યલ મીડિયાથી ભાવ નક્કી કરાશે
લોકડાઉન વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ જાળવી રાખવા માટે ખેડૂતો વેપારી અને ગ્રાહકો સાથે સોશ્યલ મીડિયાના માધ્યમથી કેરી બતાવી તેનો યોગ્ય ભાવ મેળવી રહ્યા છે. ખેડૂતો ગ્રાહકોને ઘરે બેઠા કેરી પહોંચાડવા સક્ષમ બન્યા છે. માત્ર ટ્રાન્સપોર્ટેશનની ચિંતા પોસ્ટ વિભાગે દૂર કરી દેતા વલસાડની કેરીના ખેડૂતોને સારા રૂપિયા મેળવી શકશે તેમ લાગી રહ્યું છે.
રેડ ઝોનમાં પણ કેરીનું પાર્સલ પહોંચાડશે
પાર્સલ વિભાગ દ્વારા લોકડાઉન વચ્ચે મેડિકલ પાર્સલથી સેવાનો પ્રારંભ કર્યો હતો. લોકડાઉન લંબાવતા ખેડૂતોને લાભ આપીને તેમની કેરીને લોકો સુધી પહોંચાડવા નક્કી કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ દ્વારા રેડ ઝોનમાં પણ ખેડૂતની કેરી ગ્રાહકોને ઘરે બેઠા પાર્સલ પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવશે.> નિલેશ દેસાઈ, પોસ્ટ વિભાગ કર્મચારી, વલસાડ
ખાનગી વાહનમાં કેરી મોકલવાની ચિંતા હતી
લોકડાઉન વચ્ચે પાસ મેળવવાની તકલીફ થોડી વધારે હતી. પોસ્ટની સેવા વિશે જાણ થતા સંપર્ક કરીને 900 કિલો કેરી સુરતના અલગ અલગ સોસાયટીઓમાં મોકલાવી રહ્યો છે. ખાનગી વાહનથી કેરી નહિ ત્યાં સુધી ખેડૂતોને ચિંતા રહેતી હતી. પોસ્ટ સેવાથી પાર્સલ વાડીમાંથી મારા ગ્રાહકોના ઘરે પહોંચી જશે > દશરથભાઈ દેસાઈ, ખેડૂત, વલસાડ
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.