તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • Due To Non allotment Of Stalls In The New APMC, Mango Sales In Valsad Are In Turmoil, Farmers traders Are Upset, Collector Rao

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:નવી APMCમાં સ્ટોલ ફાળવણી ન થતા હાલ વલસાડમાંં કેરીનું વેચાણ ઘોંચમાં, ખેડૂતો-વેપારીઓ પરેશાન, કલેક્ટરને રાવ

વલસાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સરકારી તંત્રની ઢીલી નિતીથી ખેડૂતો-વેપારીઓ પરેશાન, કલેક્ટરને રાવ

વલસાડ તાલુકાના ખેડૂતો માટે કેરીના ઉત્પાદનનું વેચાણ કરવા હજી ઘણા ઘાટ ચઢવાના રહેશે તેવું નજરે પડી રહ્યું છે.વલસાડની ધમડાચી સ્થિત નવી એપીએમસીમાં તમામ સુવિધા મળશે તેવી ખાત્રી અપાયા બાદ હજી  વેપારીઓને ધંધો કરવા સ્ટોલ્સ મળ્યા ન હોવાનો મુદ્દો કલેકટર સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે.કોરોના વાયરસના સંક્રમણની ગંભીર દહેશતને નિવારવા માટે જિલ્લા વહીવટી તંત્રએ વલસાડ તાલુકાની એપીએમસીમાં ચાલૂ વર્ષે કેરીના વેચાણ અને ખરીદીની કોઇ પ્રવૃત્તિ કરવા દેવાની મંજૂરી આપી નથી.જેના કારણે એપીએમસીએ પણ ધમડાચીના નવા માર્કેટ યાર્ડમાં વેપારીઓને સુવિધા આપવા તૈયારી દર્શાવી હતી.

શરૂઆતમાં વેપારીઓએ જૂની એપીએમસીમાં ઓફિસ ચાલૂ રાખવાની વાત કર્યા બાદ છેવટે કોરોનાના સંજોગો જોતાં એપીએમસી સાથે બેઠક કરી નવી એપીએમસીમાં જ ધંધો કરવાનો નિર્ણય કર્યો હતો.બેઠકમાં એપીએમસીએ વેપારીઓ માટે સ્ટોલ્સ અંગેની ખાત્રી આપી હતી.જો કે કેરીની સિઝનને ગણતરીના દિવસો બાકી રહ્યા છતાં હજી સ્ટોલ્સ ન બનતા વેપારીઓ મુશ્કેલીમાં મકાયા હોવાનો મુદ્દો કલેકટર સમક્ષ રજૂ કરાયો છે.

ખેડૂતો અને વેપારીઓ દ્વિધામાં
સિઝન શરૂ થવાની તૈયારી છે પણ હજી નવી એપીએમસીમાં વ્યવસ્થાપકો સાથે ચર્ચા થઇ છે,પરંતું સ્ટોલ્સ તૈયાર કરવાનું બાકી છે,જે તાત્કાલિક તૈયાર થાય તે અનિવાર્ય બન્યું છે.કલેકટરને પણ લેખિત જાણ કરાઇ છે. - નરેન્દ્ર પટેલ, ફ્રુટ મરચન્ટ એન્ડ કમિશન એજન્ટ એસોસિએશન, વલસાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો