તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન વિભાગ:દીપડી વાડીમાં પરત ફરીને પોતાના બચ્ચાને સુરક્ષિત જગ્યાએ લઈ ગઈ

વલસાડ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોચવાડામાં ઘાસ કાપતા દીપડીના 3 બચ્ચા મળ્યા હતા

વલસાડના કોચવાડા ગામના રોડ ફળિયામાં ભરતભાઈ ઠાકોરની વાડીમાં રવિવારે ઘાસ કાપતા મજૂરોને દીપડીના 3 બચ્ચા મળી આવ્યા હતા. ભરતભાઈ ઠાકોરે સરપંચ અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે પશુ ચિકિત્સકને સાથે આંબા વાડીમાં પહોંચી દીપડીના બચ્ચાની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. બાળ દીપડા 3 દિવસના હોવાથી વન વિભાગની ટીમે આંબા વાડીમાં તેમની નિગરાનીમાં રાખવામાં આવ્યા હતા.સોમવારે વહેલી સવારે 4:45 મિનિટે ભરતભાઇની આંબાની વાડીમાંથી 3 બચ્ચાઓને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા હતા. વન વિભાગે દીપડી પાસે તેના બચ્ચા સુરક્ષિત પહોંચાડવાનું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. વન વિભાગના 4 કર્મચારીઓ આંબાના ઝાડ ઉપર વિતાવી બાળ દીપડાઓ ઉપર વોચ ગોઠવી હતી.દીપડીએ તેના બચ્ચાઓને વાડીમાંથી સુરક્ષિત જગ્યાએ ખસેડી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો