તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોગરાવાડી અબ્રામાના પરપ્રાંતિય શ્રમિકોને વતન મોકલવાનો મુદ્દો ફરી વિવાદે ચઢ્યો છે.કોંગ્રેસે શ્રમિકોને ટ્રેન ભાડૂં ચૂકવવા માટે પ્રયત્ન કર્યો છે જ્યારે બુધવારે સવારે 11 વાગ્યે કોંગ્રેસની શ્રમિકોને ભાડૂ ચૂકવવાની કાર્યપ્રણાલિ સામે પોલિસે પ્રશ્નાર્થ સર્જ્યો હતો.કોંગ્રેસે શ્રમિકોને ટ્રેનનું ભાડૂ ચૂકવવા માટે વલસાડના સ્ટેડિયમ રોડ પર જિલ્લા કાર્યાલય ખાતે બોલાવ્યા હતા.શ્રમિકો સવારથી કાર્યાલય પર ભેગા થવા માડતાં પોલિસમાં મામલો પહોંચી ગયો હતો.લોકડાઉનના નિયમો વચ્ચે લોકો એક જગ્યાએ ભેગા થવાના મામલે ડીવાયએસપી ચાવડા તથા પોલિસ ટીમ કોંગ્રેસ કાર્યાલય ખાતે ધસી જઇ શ્રમિકોને ભેગા કરવાની પરવાનગી માગતા વિવાદ સર્જાયો હતો. જોકે, કોંગ્રેસના જિ.મહામંત્રી અલ્કેશ દેસાઇ વિગેરેએ મામલો થાળે પાડ્યો હતો.
કલેકટરની પરવાનગીનો મુદ્દો પોલિસે ઉઠાવ્યો
વલસાડ કોંગ્રેસ કાર્યાલયમાં શ્રમિકોને ભાડું આપવા ભેગા થયા હોવાની પોલિસને જાણ થતાં નાયબ પોલિસ વડા મનોજસિંહ ચાવડા પહોંચી ગયા હતા.જ્યાં કોંગ્રેસના નેતાઓને તાત્કાલિક આ કામગીરી માટે ભેગા કરાયેલા શ્રમિકોને પરત મોકલવા સૂચના આપી હતી.લોકોને ભેગા કરવા માટે કલેકટરની પરવાનગી છે? તેવો પ્રશ્ન રજૂ કરાયો હતો.
કાર્યવાહી મુદ્દે કોંગ્રેસ નેતાઓને વાકેફ કરાયા
કોંગ્રેસ કાર્યાલયમાં શ્રમિકોને ટ્રેન ભાડા માટે ભેગા કરવા મામલે સર્જાયેલા વિવાદમાં પોલિસે કામગીરી અટકવી દેવા મામલે કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો હતો.આ મુદ્દે ગુરૂવારે કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યા અને ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીને કોંગ્રેસ કાર્યકરોએ જાણકારી આપી વાકેફ કરતા રોષ વ્યક્ત કર્યો.
રાજકીય પાર્ટીથી આ ખમાતુ નથી
શ્રમિકોને ભાડૂ આપવા બોલાવ્યા હતા. જેથી તેઓ ભેગા થયા હતા. પોલિસે આવીને શા માટે લોકોને ભેગા કર્યા તેવો પ્રશ્ન કરી ભાડાના પૈસાનું વિતરણ બંધ કરવા સૂચના આપી હતી. રાજકીય પાર્ટીથી ખમાતું નથી. અમે ભાડૂ આપવા ભેગા કર્યા તેને પોલિસે દબાણપૂર્વક બંધ કરવાની કોશિશ કરી છે. - અલ્કેશ દેસાઇ, મહામંત્રી, જિ.કોંગ્રેસ
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.