તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ સહિત જિલ્લામાં 15 હજાર શ્રમિકોને કોંગ્રેસ વતન જવા માટે ભાડૂં આપવા તૈયાર છે પરંતું જિલ્લા વહીવટી તંત્રએ કોઇ જવાબ ન આપતા ગુરૂવારે એઆઇસીસી મેમ્બર ગૌરવ પંડ્યાએ પત્રકાર પરિષદ બોલાવી તંત્ર ઉપર આંખ આડા કાન કરવા સહિત મુદ્દા પર પસ્તાળ પાડી હતી. છેલ્લા 15 દિવસથી ગામોમાં થી 3261 જેટલા શ્રમિકોને યુપી,બિહાર,એમપી,રાજસ્થાન,છત્તીસગઢ,ઝારખંડ,આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વતન મોકલવા કોંગ્રેસે નામ નંબર સાથેની યાદી મામલતદાર,કલેકટર અને અધિક નિવાસી કલેકટરને સોંપી હતી.
પણ કોઇ જવાબ મળ્યો ન હતો. .હાલમાં 15 હજાર શ્રમિકોને ભાડૂ ચૂકવવા કોંગ્રેસની તૈયારી છે પણ તંત્ર સહકાર નથી આપતું કે નક્કર જવાબ મળતો નથી તેવું જણાવી ગૌરવ પંડયાએ ભારે રોષ ઠાલવી તંત્રના અન્યાય સામે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર લડત ઉપાડશે તેવી ચીમકી આપી હતી.પત્રકાર પરિષદમાં ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી,જિ.પં.વિપક્ષ નેતા ભોલા પટેલ, જિ.મહામંત્રી અલ્કેશ દેસાઇ,જિ.પ્રમુખ દિનેશ પટેલ હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.