તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જળ:વલસાડ પાલિકાના ડેમમાં પાણીનો પૂરતો પુરવઠો, શહેરીજનોને રાહત

વલસાડ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરને પ્રતિરોજ 2.34 કરોડ લીટરનો જથ્થાનું વિતરણમાં કરાઇ છે

શહેરને પીવાના પાણીનો પુરવઠો પુરો પાડતાં પાલિકાના ડેમમાં ચાલૂ વર્ષે મે માસમાં પણ પાણીનો જથ્થો પર્યાપ્ત પ્રમાણમાં રહેતા શહેરીજનોને વિતરણ કરવામાં પાલિકા તંત્રને રાહત મળી છે.ગત વર્ષે મે માસમાં પાણીના ફાંફા પડી ગયા હતા,પરંતું આ વર્ષે કુદરતની મહેર થતાં પાણીની અછતમાંથી મુક્તિ મળી છે.

વલસાડ શહેરને  ભર ઉનાળામાં મે માસમાં પણ રાહત
વલસાડ શહેરને પ્રતિરોજ 2.34 કરોડ લીટરનો જથ્થો નગરપાલિકા સંચાલિત અબ્રામા સ્થિત હેડ વોટર વર્કસના ડેમમાંથી પુરૂં પાડવામાં આવે છે.ચોમાસા બાદ ડિસેમ્બરથી આ ડેમમાં પાણીનો પુરવઠો અંબિકા નહેર વિભાગ દ્વારા કાકરાપાળ ડેમમાંથી છોડવામાં આવે છે.જેના આધારે પાણીનું વિતરણ શહેરની 5 જેટલી હેડ વોટર ટેંક મારફતે શહેરીજનોને પુરું પાડવામાં આવે છે.શહેરમાં વિવિધઝોનમાં તબક્કાવાર દિવસે બે વાર પાણીનું વિતરણ કરવા માટે હેડ વોટર વર્કસ પર ફિલ્ટરેશન કરીને જથ્થો શહેર સુધી પહોંચાડવામાં આવે છે. ગત ચોમાસામાં વરસાદ સારો થતાં ઉકાઇ ડેમમાં પાણીનો પુરવઠો પુરતાં પ્રમાણથી પણ વધુ ભરાય જતાં દક્ષિણ ગુજરાતમાં ઉકાઇ ડેમ આધારિત વિસ્તારોમાં પાણીની સમસ્યાનો અંત આવ્યો હતો.જેના પગલે નહેર વિભાગ દ્વારા ખેતી અને પીવાના પાણી માટે કાકરાપાળ ડાબા કાંઠાની નહેર વાટે પાણીનો પુરવઠો છોડવામાં આવતાં વલસાડ શહેરને  ભર ઉનાળામાં મે માસમાં પણ રાહત મળી છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો