તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ કેસ:આખરે વલસાડ દુષ્કર્મ કેસમાં આરોપીનો કોરોનાના ટેસ્ટ કરાયો, રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે

વલસાડ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે

ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગના અલગ અલગ પરિપત્રોમાં વશીયરમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાના કોરોનાનો ટેસ્ટ અટવાયો હતો. કોરોનાના ટેસ્ટ વગર જેલમાં આરોપીને મૂકી શકાય તેમ ન હતું. આરોપીને કોઈ લક્ષણો કે ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાથી આરોગ્ય વિભાગે કોરોનાના ટેસ્ટ કરવાની ના પાડી હતી. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ થતા સિવિલ હોસ્પિટલે આરોપીના સેમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

વલસાડના વશીયર ગામમાં એક સગીરા પર તેના સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સગીરાએ રૂરલ પોલીસ મથકે નોંધાવી હતી. ફરિયાદના આધારે સીપીઆઇ મકવાણાએ રૂરલ પોલીસના જવાનો સાથે મળીને તપાસ હાથ ધરી હતી. સગીરા પર દુષ્કર્મ આચરનાર સગીરાનો સાવકો પિતાની પોલીસે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમાં આરોપીને મોકલવા માટે કોરોનાનો નેગેટિવ રીપોર્ટ જરૂરી હતો. પોલીસે મંગળવારે આરોપીને કોરોનાના સેમ્પલ લેવડાવવા માટે સિવિલમાં મોકલાવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં આરોપીને સ્ક્રીનિંગ કરીને મોકલી આપવામાં આવ્યો હતો. આરોપીને કોરોનાના કોઈ લક્ષણો ન હોવાથી ટેસ્ટ કરવાની ના પાડવામાં આવી આ અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો. સિવિલ હોસ્પિટલે દુષ્કર્મના આરોપીના કોરોનાના સેમ્પલ લઈને લેબમાં મોકલાવી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો